નવી નવેલી દુલ્હન રાધિકા મર્ચન્ટનો સાસરે ધામધૂમથી થયો ગૃહ પ્રવેશ, કાગળ પર છાપ્યા પગ- જુઓ વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને જીવનની નવી શરૂઆત કરી ચૂક્યા છે. 12 જુલાઇના રોજ લગ્ન કર્યા બાદ અને ત્રણ દિવસના લગ્ન ફંક્શન બાદ નવપરિણીત યુગલ જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધિકા અને અનંત પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી અને ઢોલ વગાડવામાં આવ્યા હતા, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ પછી રાધિકાના સાસરિયાંમાં ગૃહ પ્રવેશ સેરેમની થઈ, જેનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે. લગ્ન પછી તરત જ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું અને તે પછી જ રાધિકા અને અનંત જામનગર જવા રવાના થયા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ જામનગરમાં અંબાણી હાઉસમાં છે.
ત્યાં રાધિકા મર્ચન્ટે તેના પગ પર મહાવર લગાવ્યું અને પછી એક ડિઝાઇનર કાગળ પર પગ છાપ્યા. આ પછી રાધિકાએ ઘરમાં પ્રવેશ કર્યો. વીડિયોમાં અનંત રાધિકાની પાછળ ઉભેલો અને હસતો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાધિકા અને અનંત થોડા દિવસ જામનગરના ઘરે રોકાશે અને પછી લંડન જવા રવાના થશે, જ્યાં ભવ્ય ઉજવણી થશે.
રાધિકા અને અનંતના લગ્નની ઉજવણી માર્ચ મહિનામાં જામનગરથી શરૂ થઈ હતી. અહીં ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શન બાદ ક્રૂઝ પાર્ટી થઈ જે ઈટાલીથી ફ્રાન્સ ગઈ, આ પછી આખરે રાધિકા અને અનંત 12મી જુલાઈના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસના લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા.
View this post on Instagram