BREAKING: એક્ટર કૃષ્ણ કુમારની દીકરીનું 20 વર્ષની ઉંમરે નિધન, કેંસરને કારણે દુનિયાને કહ્યુ અલવિદા

90ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ બેવફા સનમ (1995)ના અભિનેતા ટી-સીરીઝના સહ-માલિક કૃષ્ણ કુમારની પુત્રી તિશાનું નિધન થયું છે. તિશા માત્ર 20 વર્ષની હતી અને કેન્સર સામે ઝઝૂમી રહી હતી. શુક્રવારે સવારે ટી-સીરીઝના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને તિશાના નિધનની પુષ્ટિ કરી હતી. તિશા કૃષ્ણ કુમાર અને તાન્યા સિંહની પુત્રી હતી.

ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તિશાને કેન્સર હતુ. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તિશાને લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ હતું. આ જ કારણ હતું કે તે ક્યારેય મીડિયાના ધ્યાન પર નથી આવી. તે છેલ્લે નવેમ્બર 2023માં જોવા મળી હતી. જ્યારે તેણે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલના પ્રીમિયરમાં હાજરી આપી હતી.

તે સમયે તે તેના પિતા કૃષ્ણ કુમાર સાથે પેપરાજીને પોઝ આપતી જોવા મળી હતી. કૃષ્ણ કુમાર બોલિવુડના ફેમસ એક્ટર છે, તેમની ફિલ્મ ‘બેવફા સનમ’ આજે પણ દર્શકોમાં ઘણી ફેમસ છે. આ ફિલ્મના ગીતો 90ના દાયકાના ચાર્ટબસ્ટર બન્યા હતા. આ ફિલ્મમાં તેમની હિરોઈન શિલ્પા શિરોડકર હતી. કૃષ્ણ કુમારે 1993માં આવેલી ફિલ્મ ‘આજા મેરી જાન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તે જ વર્ષે અભિનેતાની વધુ બે ફિલ્મો ‘કસમ તેરી કસમ’ અને ‘શબનમ’. આ પછી એક્ટર રાતોરાત સ્ટાર બની ગયા.કૃષ્ણા છેલ્લે વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પાપા ધ ગ્રેટ’નો ભાગ હતા. જો કે, તે પોતાના અભિનયથી દર્શકો પર વધારે જાદુ નથી ચલાવી શક્યા પણ નિર્માતા તરીકે કૃષ્ણ કુમારની કારકિર્દી હિટ રહી છે.

Shah Jina