બોલો હવે અમુલની છાશમાં નીકળ્યા કીડા, ગ્રાહકેે શેર કર્યો વીડિયો.. તો જુઓ કંપનીએ શું કહ્યું?

અમૂલે ગ્રાહકને મોકલી કીડા વાળી છાશ?  વીડિયો વાયરલ થવા પર માગવી પડી માફી

અમૂલની હાઈ પ્રોટીન છાશના એક પેકેટમાં કીડા મળી આવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગજેન્દ્ર યાદવ નામના યુઝરે સોશિયલ મીડિયા પર એક વીડિયો અને ફોટો પોસ્ટ કરીને અમૂલની છાશમાં કીડા મળ્યા હોવાનો દાવો કર્યો છે. તેણે છાશનું પેકેટ ઓનલાઈન મંગાવ્યું હતું.

ગજેન્દ્ર યાદવે X પર પોસ્ટ કર્યું, “અમૂલની વેબસાઈટ પરથી સામાન ખરીદવાનું બંધ કરો. અમૂલે તેના ઉચ્ચ પ્રોટીન છાશ સાથે અમને કીડા મોકલ્યા છે.” ગજેન્દ્ર યાદવે શેર કરેલા વીડિયોમાં સફેદ જંતુઓ કાર્ટન પર ફરતા જોવા મળે છે. એક તસવીરમાં ગજેન્દ્રએ અમૂલને મોકલેલા ઈમેલના સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે.

તેમણે તપાસ માટે પુરાવા એકત્રિત કરવાની માંગ કરી છે. ગજેન્દ્રએ લખ્યું, “હું નથી ઈચ્છતો કે અમૂલ દ્વારા પછીથી કોઈ ખોટા આરોપો લગાવવામાં આવે.” અમૂલ વતી ગજેન્દ્રને કહેવામાં આવ્યું કે આ સમસ્યાના ઉકેલ માટે કંપનીના કાનપુર યુનિટમાંથી એક વ્યક્તિને મોકલવામાં આવશે. પૈસા પાછા મળશે.

અન્ય એક પોસ્ટમાં ગજેન્દ્રએ જણાવ્યું કે તેમને અમૂલની ગુજરાત હેડ ઓફિસમાંથી કોલ આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જંતુના ઉપદ્રવની ઘટના લોજિસ્ટિક્સ ટીમ/પાર્ટનર દ્વારા માલની ડિલિવરીમાં વિલંબને કારણે બની હતી. કંપનીએ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.

ગજેન્દ્ર યાદવે પોસ્ટ કર્યુ કે તેણે અમૂલને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપી છે કે ડેરી ઉત્પાદન ત્રણ દિવસોની અંદર ડિલીવર કરવામાં આવે, વિલંબ થવા પર સામાન ખરાબ થાય છે જેને કારણે બ્રાંડની સાખ ખરાબ થાય છે.

Shah Jina