અંબાલાલ પટેલની રાજ્યમાં આ તારીખે ભારે વરસાદની આગાહી- જાણો વિગત

ગુજરાતમાં અનેક શહેરો અને વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ, બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. આ ઉપરાંત તેમણે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી.

જેમાં ખાસ જુનાગઢ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી. આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ 5 ઇંચ જેટલા વરસાદની શક્યતા તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા તેમજ કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાને કારણે 26 અને 30 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદ આવશે. ઓગસ્ટ માસમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જણાવી દઇએ કે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રને મેઘરાજાએ બાનમાં લીધું હોય એમ લાગી રહ્યુ છે. ભારે વરસાદને પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે.

Shah Jina