ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કાર્થી સ્ટારર ‘સરદાર 2’ ના સેટ પર એક મોટા અકસ્માત સર્જાયો, જેમાં 54 વર્ષીય વરિષ્ઠ સ્ટંટમેન એલુમલાઈનું અવસાન થયું. સ્ટંટ શૂટ કરતી વખતે એલુમલાઈ 20 ફૂટની ઉંચાઈ પરથી પડી ગયા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સમાચાર બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે.
ઘણા સ્ટાર્સે એલુમલાઈને શ્રદ્ધાંજલિ આપી. ફિલ્મની પ્રોડક્શન ટીમે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ સમાચારની પુષ્ટિ કરી અને સ્વર્ગસ્થ એલુમલાઈને શ્રદ્ધાંજલિ આપી. ‘સરદાર 2’નું શૂટિંગ ચેન્નાઈના શાલીગ્રામમાં એલવી પ્રસાદ સ્ટુડિયોમાં ચાલી રહ્યું હતું. આ અકસ્માત બાદ વિરુગમબક્કમ પોલીસ અધિકારીઓને અકસ્માતની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી.
આ અકસ્માત બાદ મેકર્સે ‘સરદાર 2’નું શૂટિંગ રોકી દીધું છે. જણાવી દઈએ કે, આ ફિલ્મનું શૂટિંગ 15 જુલાઈથી શરૂ થયું હતું. આ ફિલ્મનું શૂટિંગ મુહૂર્ત પૂજા સાથે 12મી જુલાઈએ શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મના ડાયરેક્ટર પીએસ મથિરન, કાર્થી અને અન્ય ક્રૂ મેમ્બરોએ પણ પૂજામાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીઢ અભિનેતા શિવકુમાર પણ જોવા મળ્યા હતા. જોકે, ફિલ્મની બાકીની કાસ્ટ વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી.
Press release. pic.twitter.com/pP6GCSijG1
— Prince Pictures (@Prince_Pictures) July 17, 2024