જ્યારથી યુટ્યુબર અરમાન મલિકે બિગ બોસ OTT 3માં એન્ટ્રી કરી છે, ત્યારથી તે સતત હેડલાઈન્સમાં છે. તેણે તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકા સાથે શોમાં એન્ટ્રી કરી હતી. શોમાં પ્રવેશતાની સાથે જ તે પોતાના બે લગ્નને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગયો હતો. પાયલ એક અઠવાડિયા બાદ શોમાંથી બહાર થઇ હતી જ્યારે અરમાન હજુ પણ તેની બીજી પત્ની કૃતિકા સાથે શોમાં છે. આ દરમિયાન, પાયલ મલિકે કંઈક એવું કહ્યું જે ખૂબ જ ચોંકાવનારું છે.
પાયલે જાહેરાત કરી છે કે તે છૂટાછેડા લઈને અરમાન મલિકથી અલગ થવા માંગે છે. અરમાન હજુ પણ તેની બીજી પત્ની કૃતિકા સાથે શોમાં છે જો કે બહાર આવ્યા પછી પાયલને તેના લગ્નને લઈને સતત નફરત અને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પાયલે કહ્યુ કે સોશિયલ મીડિયા પર તેને જે નફરત મળી રહી છે તેની અસર તેના બાળકો પર પણ પડી રહી છે અને તે હવે સહન કરી શકતી નથી. પાયલ મલિકે તેના વ્લોગમાં અરમાન મલિક સાથે છૂટાછેડાની વાત કરી છે.
તે કહે છે- ‘હું આ ડ્રામા અને નફરતથી કંટાળી ગઈ છું. જ્યાં સુધી તે મારા વિશે હતું ત્યાં સુધી ઠીક હતુ પણ હવે આ નફરત મારા બાળકો સુધી પહોંચવા લાગી છે. આ અત્યંત આઘાતજનક અને ઘૃણાજનક છે. આ કારણોસર મેં અરમાનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તે કૃતિકા સાથે રહી શકે છે અને હું બાળકોનું ધ્યાન રાખી લઇશ.’ પાયલ આગળ કહે છે- ‘હું જાણું છું કે ગોલુ (કૃતિકા) ઝૈદ વિના રહી શકશે નહીં, તેથી કદાચ તે તેને રાખી શકે પણ હું મારા ત્રણ બાળકો સાથે ચાલી જઇશ. લોકો અરમાનના બે લગ્નથી ખુશ નથી અને આ નફરત હવે સહન નથી કરી શકતી.
આ મને ખૂબ જ પરેશાન કરી રહ્યુ છે. કાં તો અમે ત્રણેય અલગ થઈ જઇએ, કા તો બે અલગ થઇ જાય કાં એક. આ જ થઇ શકે છે. તેમને ખબક નથી બહાર શું ચાલી રહ્યું છે. મને તો ખબર પડી રહી છે, આટલી નફરત, ટ્રોલિંગ, ગાળો જીવનમાં મે ક્યારેય નથી સહન કર્યુ. મારો નિર્ણય કંફર્મ છે. બાળકોને અમે આ બધી વાતો સંભળાવી નથી શકતા.માતા-પિતા આ બધું સાંભળી શકે છે.