એશ્વર્યા રાય સાથે અણબનાવની ખબરો વચ્ચે અભિષેક બચ્ચને કર્યુ કંઇક એવું કે અલગ થયાની વાત થઇ કંફર્મ…જાણીને હોંશ ઉડી જશે

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના અલગ થવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. તાજેતરમાં આ સમાચારે ત્યારે વેગ પકડ્યો જ્યારે સમગ્ર બચ્ચન પરિવાર અનંત અંબાણીના રિસેપ્શનમાં એકસાથે પહોંચ્યો, પરંતુ ઐશ્વર્યા તેની દીકરી સાથે અલગ જોવા મળી. જોો કે, આ પછી કંઈક એવું બન્યું કે ફરી એકવાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વચ્ચેના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા.

વાસ્તવમાં, અભિષેક બચ્ચને એક પોસ્ટ લાઈક કરી હતી જે ડિવોર્સ સાથે જોડાયેલી હતી, આ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. અભિષેક બચ્ચનની લાઈક કરાયેલી પોસ્ટમાં એક તૂટેલા દિલની તસવીર છે, જેમાં પતિ-પત્ની અલગ થતા જોવા મળે છે. તસવીર પર લખેલું છે – જ્યારે પ્રેમ સરળ નથી રહેતો. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘છૂટાછેડા કોઈના માટે સરળ નથી.

કોણ સુખી જીવન જીવવાનું સપનું નથી જોતું અથવા રસ્તો ક્રોસ કરતી વખતે એક વૃદ્ધ દંપતીનો હાથ પકડીને તે હૃદયસ્પર્શી વીડિયોને ફરીથી બનાવવા નથી માંગતુ ? તેમ છતાં કેટલીકવાર જીવન આપણી અપેક્ષા મુજબ નથી હોતું, પરંતુ જ્યારે લોકો દાયકાઓ સાથે વિતાવ્યા પછી અલગ થઈ જાય છે, જ્યારે તેઓ તેમના જીવનનો મોટો ભાગ નાની અને મોટી બંને બાબતો માટે એકબીજા પર આધાર રાખીને પસાર કરે છે, તો તેઓ કેવી રીતે આનો સામનો કરે છે ? તેઓ કયા કયા પડકારો ફેસ કરતા હશે?’

હિના ખંડેલવાલની આ પોસ્ટ અભિષેક બચ્ચને લાઈક કરી ત્યારે હિનાએ તેની સ્ટોરી પર તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો. અભિષેક બચ્ચને આ પોસ્ટને લાઈક કર્યા બાદ અફવાઓનું બજાર વધુ ગરમ થઈ ગયું અને લોકો અનુમાન કરવા લાગ્યા કે અભિષેક અને ઐશ્વર્યા હવે સાથે નથી.

 

View this post on Instagram

 

A post shared by Heena Khandelwal (@heenakhandlwal)

Shah Jina