ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ હાલમાં જ 18 જુલાઇના રોજ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે બંને વચ્ચે બધુ સારુ નથી ચાલી રહ્યુ, અને તેઓ ઘણા મહિનાઓથી અલગ રહે છે. આ વચ્ચે ત્રણ દિવસ પહેલા નતાશાને તેના પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.
સેલેબ્સ પેપરાજી વિરલ ભાયાણીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં નતાશા તેના પુત્ર અને કેરટેકર સાથે જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળે છે કે નતાશા કારમાંથી નીચે ઉતરે છે અને પછી સામાન કાઢીને પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટની અંદર જાય છે. આ વીડિયો જોયા પછી ચાહકો એ જાણવા માંગતા હતા કે નતાશા ક્યાં જઈ રહી છે.
તે સમયે તેનો સામાન જોઈને કેટલાક ચાહકો એવું માની અનુમાન લગાવી રહ્યા હતા કે તે ભારત છોડીને તેના હોમટાઉન સર્બિયા જઇ રહી છે. આ પછી હાર્દિક અને નતાશાની છૂટાછેડાની પોસ્ટ સામે આવી. ત્યારબાદ નતાશાએ તેના હોમટાઉન પહોંચ્યા પછી કેટલીક ઇન્સ્ટા સ્ટોરીઓ પણ શેર કરી. આ જોયા પછી એ ફાઇનલ થઇ ગયુ કે નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના હોમટાઉન સર્બિયા ચાલી ગઇ છે.
જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક સર્બિયાની છે. તે 20 વર્ષની ઉંમરે ભારત આવી હતી અને અહીં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવી રહી હતી. નતાશા અને હાર્દિકના લગ્ન 2020માં થયા હતા. લગ્નના લગભગ બે મહિના પછી તેઓ માતા-પિતા બન્યા. ત્યારબાદ 2023માં બંનેએ ફરીથી ધામધૂમથી ઉદયપુરમાં લગ્ન કર્યા.જો કે તેમનો આ સંબંધ લાંબો સમય સુધી ટકી ના શક્યો અને બંને આખરે અલગ થઇ ગયા.
View this post on Instagram