આખરે સાનિયા મિર્ઝા સાથે લગ્નને લઈને શમીએ તોડી ચુપ્પી, પાકિસ્તાની ક્રિકેટરોને પણ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો
Mohammed Shami Breaks Silence On Sania Mirza : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આખરે તેના અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે જોડાયેલી અફવાઓ પર વાત કરી છે. દરરોજ તેના અને સાનિયા મિર્ઝાના લગ્નના સમાચાર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવા લાગ્યા. છેડછાડ કરેલી તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી, જે બાદ શમીએ યુટ્યુબ પર પોડકાસ્ટ દરમિયાન આ વાતોને નકારી કાઢી હતી. આ સવાલનો જવાબ આપતા શમીએ ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ટીકા કરી હતી.
શમીને એમ કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા કે આવા મીમ્સ મનોરંજન તો આપી શકે છે પણ નુકસાનકારક પણ હોઈ શકે છે. તેણે કહ્યું, ‘હું દરેકને સોશિયલ મીડિયા પ્રત્યે જવાબદાર બનવા અને આવા પાયાવિહોણા સમાચાર ફેલાવવાનું ટાળવા વિનંતી કરું છું.’ શમીને પોડકાસ્ટમાં કહેતા જોઈ શકાય છે, “અજીબ છે આ અને છે શું તેમાં ? જબરદસ્તી કરવામાં આવ્યું છે પરંતુ શું કરીએ ? ફોન ખોલું તો મારો જ ફોટો દેખાય છે. પરંતુ હું ફક્ત એક જ વાત કહેવા માંગુ છું – કોઈએ આ રીતે ફોટોગ્રાફ ન લેવા જોઈએ.
શમીએ આગળ કહ્યું કે, “હું સંમત છું કે મીમ્સ તમારા આનંદ માટે છે, પરંતુ જો તે કોઈના જીવન સાથે સંબંધિત હોય તો તમારે ખૂબ જ સમજી વિચારીને મીમ્સ બનાવવા જોઈએ. આજે તમે વેરિફાઈડ પેજ નથી, તમારું સરનામું જાણ્યું નથી, તમારા વિશે કોઈ માહિતી નથી જેથી તમે બોલી શકો.” શમીએ કહ્યું, ‘પણ હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું – જો તમારામાં હિંમત હોય તો વેરિફાઈડ પેજ પરથી બોલીને બતાવો, પછી અમે કહીશું કે તમે કેટલા પાણીમાં ઉભા છો.”
શમીએ એમ પણ કહ્યું કે, “બીજાનો પગ ખેંચવો ખૂબ જ સરળ છે. સફળતા હાંસલ કરો, તમારું સ્તર વધારશો. પછી હું સ્વીકારીશ કે તમે સારા વ્યક્તિ છો. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી અને સાનિયા મિર્ઝાના લગ્નના સમાચારો વાયરલ થઈ રહ્યા હતા. બંને એક જ ધર્મને અનુસરતા હોવાથી અને તેમના અગાઉના લગ્નનો અનુભવ ખૂબ જ કડવો હતો, તેથી કેટલાક મેમર્સ બંનેને તેમની ખુશી માટે એકબીજા સાથે લગ્ન કરવાની અણછાજતી સલાહ આપી રહ્યા છે.
આ ઉપરાંત ઈન્ઝમામ ઉલ હક દ્વારા અર્શદીપને લઈને આપવામાં આવેલા નિવેદન અંગે શમીએ કહ્યું કે “પાકિસ્તાન સામે જે પણ ટીમ પ્રદર્શન કરે છે, તેની સામે અવાજ ઉઠાવવાનો જ છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તો 36નો આંકડો છે. આવી સ્થિતિમાં કોઈ તેમની પાસેથી કંઈ અપેક્ષા રાખતું નથી. આ કાર્ટૂનગીરી ક્યાંક બીજે ચાલી શકે છે. આ લોકો પોતાની ખામી છુપાવવા માટે આમ કરે છે. સારી ટીમ પસંદ કરો અને સંબંધીઓ અને ખાનદાન વાળાની ટીમ ના પસંદ કરો.”
Shami bhai roasted Pakistan 😆 pic.twitter.com/yqiuIqdhoA
— Johns (@JohnyBravo183) July 19, 2024