લગ્નના બંધનમાં બંધાયો ગૌતમ ગંભીરનો આ ગુજરાતી ચેમ્પિયન,રાજકોટની મેઘના સાથે કર્યા લગ્ન,જુઓ તસવીરો

લગ્નના બંધનમાં બંધાયો ભારતીય ક્રિકેટ ટીમનો આ તેજ બોલર, સોશિયલ મીડિયા પર છવાઇ તસવીરો

ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયા લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. ટીમ ઈન્ડિયા આ મહિનાના અંતમાં શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે, અને આ પહેલા જ તેજ બોલર ચેતન લગ્નના બંધનમાં બંધાઈ ગયો. ચેતનના લગ્નની તસવીરો પણ સામે આવી છે. ચેતનની પત્નીનું નામ મેઘના જાંબુચા છે.

ભાવનગરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતન સાકરિયા અને મેઘના જાંબુચા 14 જુલાઈ 2024 ના દિવસે લગ્નના બંધનમાં બંધાયા છે. મેઘના જાંબુચા મુળ રાજકોટની છે. તે સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી. ચેતને આજે તસવીરો શેર કરી છે.

આ ફાસ્ટ બોલરની સગાઈ ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી અને હવે તે લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયો છે. ચેતન સાકરિયાના લગ્નમાં તેનો સાથી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પણ હાજર રહ્યો હતો. ચેતનને અભિનંદન આપતા જયદેવ ઉનડકટે સોશિયલ મીડિયા પર લખ્યું, “પ્રિય ચેતન, તમારી કારકિર્દીની શરૂઆતથી જ મેં તમને કેટલાક શાનદાર સ્પેલ નાખતા અને મેચ જીતાવતા જોયા છે.

પણ દેખીતી રીતે આ તમારા જીવનનો સૌથી લાંબો અને સૌથી મહત્વપૂર્ણ સ્પેલ હશે. હું તમારા બંને માટે ખુશીઓ ભરેલી સંગતિનું કામના કરુ છું. જણાવી દઇએ કે, 2024 IPLમાં ચેતન કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતો, તેને સિઝનમાં એક પણ મેચ રમવાનો મોકો નહોતો મળ્યો. આ પહેલા ચેતન 2023માં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.

તેણે એ સિઝનમાં ફક્ત બે મેચ રમી હતી અને 3 વિકેટ પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે ચેતન ભારતીય ટીમ માટે ODI અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ પણ રમી ચુક્યો છે. તેણે અત્યાર સુધી 1 ODI અને 2 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ચેતને એકમાત્ર ODIમાં 2 વિકેટ લીધી હતી, જ્યારે T20 ઇન્ટરનેશનલની 1 ઇનિંગમાં 1 વિકેટ લીધી હતી. T20 ઈન્ટરનેશનલમાં તેણે 9.27ની ઈકોનોમી પર રન ખર્ચ્યા હતા.

ચેતને જુલાઈ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જો કે, માત્ર 1 ODI અને 2 T20 ઈન્ટરનેશનલ રમ્યા બાદ ચેતન ફરીથી ટીમ ઈન્ડિયાના સેટઅપમાં પરત ફરી શક્યો ન હતો. ચેતન શ્રીલંકા સામે બંને ફોર્મેટમાં રમ્યો હતો. હવે ચેતનને આઈપીએલમાં પણ ઓછી તકો મળી રહી છે.ચેતન સાકરીયા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યો છે, અને હાલમાં સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર માટે રમે છે. તેણે જુલાઈ 2021માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો

Shah Jina