રિયાલિટી શો ‘બિગ બોસ 17’માં ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. જો કે, આ શોમાં જોવા મળેલી એક્ટ્રેસ સોનિયા બંસલે પોતાની ક્યૂટનેસ અને સ્ટાઇલથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ભલે અભિનેત્રી શોમાં લાંબો સમય ટકી નહોતી શકી પરંતુ ઘરની બહાર આવ્યા પછી પણ સોનિયાએ ઘણું નામ કમાવ્યું. તાજેતરમાં અભિનેત્રી વિશે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે.
મોડી રાત્રે સોનિયા બંસલની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સોનિયા બંસલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી બેડ પર દર્દથી તડપતી જોવા મળી રહી છે. સોનિયાની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ અભિનેત્રીના ચાહકો ચિંતિત થઈ ગયા અને તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોનિયા બંસલ છેલ્લા 4 મહિનાથી પેનિક એટેકથી પીડિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયા બંસલ ગઈકાલે રાત્રે એક એવોર્ડ ફંક્શનમાં ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે તેને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ. તેની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં સોનિયાની સારવાર ચાલી રહી છે.
‘બિગ બોસ 17’ પહેલા સોનિયા બંસલે ઘણા મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. સોોનિયાએ ફિલ્મ ‘ગેમ 100 કરોડ કા’થી પોોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રાહુલ રોય, શક્તિ કપૂર, વિશાલ મોહન અને પંકજ બેરી જેવા કલાકારો પણ હતા. તે ડુબકી અને શૂરવીર જેવી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળી છે. આ સિવાય તેણે તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું છે.
View this post on Instagram