પટૌડી ખાનદાનની દીકરી સારાએ બેડરૂમમાં નાનકડો ડ્રેસમાં દેખાડ્યું જોરદાર ફિગર, હોંશ ઉડશે હોંશ, જુઓ એ તસવીરો
સારા અલી ખાનની ગણતરી બોલિવૂડની તે અભિનેત્રીઓમાં થાય છે, જે માત્ર પોતાની ફિલ્મો માટે જ નહીં પરંતુ પોતાના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, સારા દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. ત્યારે હાલમાં તેણે બાર્બી ડોલની જેમ ડ્રેસઅપ કરીને બધાનું દિલ જીતી લીધું છે.
સારાને નાના ગુલાબી ડ્રેસમાં જોઈને તો લોકો તેની સુંદરતા પર મોહિત થઇ ગયા છે. જણાવી દઇએ કે, પટૌડી પરિવારની દીકરી હાલમાં જ એક ઈવેન્ટનો ભાગ બની હતી. જ્યાં તે એકદમ બાર્બી જેવી સ્ટાઇલમાં આવી હતી. આ લુકમાં તેણે ચાહકોનું દિલ જીતી લીધું હતું અને પોતાની સ્ટાઈલથી તેણે અન્ય હસીનાઓને પણ પાછળ છોડી દીધી હતી.
સારાએ ઇવેન્ટ માટે બાર્બી થીમને ફોલો કરી હતી અને Mac Duggalના સ્ટ્રેપલેસ ઓવરસાઈઝ બો ફિટ એન્ડ ફ્લેયર મીની ડ્રેસને પસંદ કર્યો હતો. આ ડ્રેસની બો વાળી ડિટેલિંગ કમાલની હતી. ઈન્ટરનેટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડ્રેસની કિંમત લગભગ 25 હજાર રૂપિયા છે.
આ લુકમાં તેને તાન્યા ઘાવરી અને નિધિ જેસવાનીએ સ્ટાઈલ કરી હતી. સારાના આ ઓફ શોલ્ડર ડ્રેસને વેસ્ટ સુધી બોડી ફિટેડ રાખવામાં આવ્યો હતો, જ્યારે સ્કર્ટ પોર્શનમાં ફ્લેયર્સ રાખવામાં આવી હતી. આ આઉટફિટ ના માત્ર સારાના બોડી ટાઇપને કોમ્પલિમેન્ટ કરી રહ્યો હતો પણ મિનિમલ સ્ટાઇલિંગ સાથે હસીનાનો અંદાજ પણ ઘણો સ્ટનિંગ લાગી રહ્યો હતો.
આ લુકમાં સારાએ કિલર ફોટોશૂટ પણ કરાવ્યુ, જે તેણે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. સારા અલી ખાન મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં આ લુક કેરી કરી પહોંચી હતી, જ્યાં તેણે પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવી દીધા હતા. ઇવેન્ટમાં બધાની નજર સારા અલી ખાન પર જ ટકેલી હતી. આ લુકમાં અભિનેત્રી એટલી ક્યૂટ લાગી રહી હતી કે કોઈ પણ તેના પરથી નજર હટાવી શક્યું નહોતું.
સારા અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થયેલી ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં જોવા મળી હતી, જેમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ હતો. આ દિવસોમાં સારા તેના કેટલાક પ્રોજેક્ટ્સ માટે ચર્ચામાં છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram