મોડલથી કમ નથી થાઇલેન્ડમાં સ્પેશિયલ રોટલી વેચવાવાળી આ છોકરી, વીડિયો જોઇ ઇન્ટરનેટની જનતા પણ થઇ ગઇ ફેન

રોટલી એ દરેક મનુષ્યના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તમે લગભગ દરરોજ લંચ કે ડિનરમાં રોટલી તો ખાતા જ હશો. એવું નથી કે રોટલીમાં વેરાયટી નથી. જ્યારે તમે હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં જાઓ છો, ત્યારે તમને મેનુ કાર્ડમાં નાન, મિસ્સી રોટી, ખમીરી રોટી, રૂમાલી રોટી, તંદૂરી રોટી વગેરેનો વિકલ્પ પણ મળી રહે છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં થાઈલેન્ડની એક છોકરી ખાસ પ્રકારની રોટલી બનાવતી જોઈ શકાય છે.

આ રોટલી તૈયાર કરવા માટે તે ઈંડાનો ઉપયોગ કરી રહી છે. જ્યાં ઈંડા ખાનારાઓને આ વાનગી પસંદ આવી રહી છે, તો કેટલાક યુઝર્સ યુવતીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. લેડી શેફની આ વાનગી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં થાઈલેન્ડની એક ગલી સ્ટ્રીટ પર દુકાન ખોલનારી એક છોકરી ખાસ પ્રકારની રોટલી બનાવતી જોવા મળી રહી છે.

વીડિયો પોસ્ટના કોમેન્ટ્સમાં ઘણા લોકો આ વાનગીને રોટી ઓમેલેટ પણ કહી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ રીલને પોસ્ટ કરતા @puyrotiladyએ લખ્યું- પામ ઈંડામાંથી રોટલી બનાવે છે, થાઈ સ્ટ્રીટ ફૂડ. આ રીલને ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડ 40 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by PUY ROTI LADY (@puyrotilady)

Shah Jina