હાર્દિક પંડ્યાથી અલગ થતા જ ખુશીથી ભરાઇ ઉઠી છે નતાશા સ્ટેનકોવિક, દીકરા સાથે આવી રીતે વીતાવી રહી છે ક્વોલિટી ટાઇમ

 

સર્બિયન મોડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ ચર્ચામાં છે. હાર્દિક સાથે છૂટાછેડાના એનાઉન્સમેન્ટ પહેલા જ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના હોમટાઉન સર્બિયા જવા નીકળી ગઈ હતી. તે હાલમાં સર્બિયામાં પુત્ર અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તે તેના પુત્રની દરેક ક્ષણને કેમેરામાં કેદ કરી રહી છે અને સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહી છે.

તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિકે તેના પુત્ર અગસ્ત્ય સાથેના સર્બિયા પ્રવાસની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નતાશા તેના ચાર વર્ષના પુત્ર સાથે પોઝ આપતી જોઈ શકાય છે. આ તસવીર શેર કરતી વખતે નતાશાએ લખ્યું, ‘દિલ ખુશીઓથી ભરેલું છે.’ અન્ય એક સ્ટોરીમાં અગસ્ત્ય ડાયનાસોર પાર્કમાં જોવા મળે છે.

જણાવી દઈએ કે 18 જુલાઈના રોજ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. નતાશા અને હાર્દિકે છૂટાછેડાાની જાહેરાત સાથે લખ્યું હતુ કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યની કો-પેરેન્ટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિકની પહેલી મુલાકાત 2018માં એક નાઈટ ક્લબમાં થઈ હતી.

આ પછી બંનેએ 2020માં સગાઈ કરી. સગાઈ બાદ નતાશાએ મે 2020માં કોવિડ લોકડાઉન દરમિયાન હાર્દિક સાથે લગ્ન કર્યા અને એ જ વર્ષે લગ્નના લગભગ બે મહિના બાદ પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું. પુત્રના જન્મ બાદ બંનેએ 2023માં ઉદયપુરમાં હિંદુ અને ક્રિશ્ચયન રીતિરિવાજ મુજબ શાહી લગ્ન કર્યા હતા. જો કે ચાર વર્ષ બાદ હવે બંને અલગ થઈ ગયા છે.

Shah Jina