ઝહીર ઇકબાલની બાહોમાં સોનાક્ષી સિન્હા ખુબ રોમાન્સ કરી રહી છે, બતાવી હનીમુનની ઝલક, રોમેન્ટિક ફોટાઓ જોઈને હોંશ ઉડી જશે, જુઓ
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્નના બંધનમાં બંધાયા. ત્યારે તેમના લગ્નને એક મહિનો પૂર્ણ થવા પર ઝહીરે સોશિયલ મીડિયા પર તેમની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. બંનેએ ફિલિપાઈન્સમાં ઘણો રોમાંસ કર્યો હતો અને ત્યાંની સુંદર ખીણોની મજા પણ માણી હતી.
સોનાક્ષી અને ઝહીરે સુંદર ખીણોમાં સ્વિમિંગ પૂલની મજા માણી હતી. બંનેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઇ. તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ‘અમે અમારા લગ્નને એક મહિનો થવા પર એ રીતે ઉજવ્યો જે અમને સૌથી વધારે કરવાની જરૂર હતી – રિકવર થવું !!!’
તેણે કહ્યું- તે ફિલીપીંસની શાનદાર વસ્તુઓને સોશિયલ મીડિયા પર શેર કરવાથી પોતાને રોકી ના શકી. સોનાક્ષી અને ઝહીરે એક અઠવાડિયામાં જ શીખ્યુ કે સ્વાસ્થ્યનો શું મતલબ છે. તમારા શરીરની સાંભળો અને મનનું ધ્યાન રાખો.
અભિનેત્રીએ જણાવ્યું કે તે પ્રકૃતિ વચ્ચે સમયસર સૂતી, સમયસર જાગતી, યોગ્ય ખોરાક લેતી, ડિટોક્સ ટ્રીટમેન્ટ લેતી અને ઘણી માલિશ કરાવી અને એકદમ નવું મહેસૂસ થયુ. સોનાક્ષીએ તે બધા સાથે તસવીરો શેર કરી છે જેમણે તેના એક અઠવાડિયાના હનીમુનને આરામદાયક બનાવવામાં મદદ કરી.
અભિનેત્રી લગ્નની એક મહિનાની એનિવર્સરી પર પતિ પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. આ તસવીરોમાં તે અને ઝહીર એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં ઝહીર પોતાની પત્નીને ગળે લગાવીને કેમેરા માટે પોઝ આપી રહ્યો છે, જ્યારે અન્ય એક તસવીરમાં બંને રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે.