BSNL ના આ 3 પ્લાન્સે દૂર કરી દીધુ મોટુ ટેન્શન, 300થી વધારે દિવસ માટે મળે છે ફ્રી કોલિંગ અને ડેટા

જ્યારથી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે ત્યારથી મોબાઈલ યુઝર્સ સસ્તા પ્લાનની શોધમાં છે. ત્યારે આ તકનો લાભ લઈને BSNL તેના યુઝર બેઝને વધારવા માટે સતત નવા પ્લાન ઓફર કરી રહ્યું છે. હાલમાં BSNL એકમાત્ર એવી કંપની છે જે સસ્તા ભાવે મોબાઇલ યુઝર્સને મહાન ઑફર્સ સાથે પ્રીપેડ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે.

જણાવી દઈએ કે BSNL એ છેલ્લા કેટલાક દિવસોમાં પોતાની લિસ્ટમાં ઘણા દમદાર પ્લાન ઉમેર્યા છે. કંપની પાસે 26 દિવસથી 395 દિવસની લાંબી વેલિડીટી સાથે પ્રીપેડ પ્લાન છે. જો તમે પણ BSNL સિમનો ઉપયોગ કરો છો, તો અમે તમને કંપનીના એવા 3 પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને 300 દિવસથી વધુની વેલિડિટી મળે છે.

BSNLનો 336 દિવસનો પ્લાન
BSNL એ તેની લિસ્ટમાં 336 દિવસની માન્યતા સાથેનો પ્લાન સામેલ કર્યો છે. જો તમે ઓછી કિંમતે વધુ દિવસો માટે ફ્રી કોલિંગનો આનંદ લેવા માંગતા હોવ તો તમે આ પ્લાન તરફ જઈ શકો છો. ફ્રી કોલિંગની સાથે સાથે પૂરી વેલિડીટી માટે 24GB ડેટા પણ ઉપલબ્ધ છે. તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.

BSNLનો 365 દિવસનો પ્લાન
BSNLની યાદીમાં તમને 365 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન પણ મળી રહેશે. 365 દિવસ સુધી રિચાર્જની ઝંઝટમાંથી મુક્તી મેળવવા તમારે 1999 રૂપિયાનો પ્લાન ખરીદવો પડશે. આ પ્લાનમાં કંપની તેના યુઝર્સને સંપૂર્ણ વેલિડીટી માટે 600GB ડેટા ઓફર કરે છે. આમાં તમને 30 દિવસ માટે ફ્રી BSNL ટ્યુન્સની સુવિધા પણ મળે છે. તમે પ્લાનમાં દરરોજ 100 SMSનો ઉપયોગ પણ કરી શકશો.

BSNLનો 395 દિવસનો સસ્તો પ્લાન
જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને તેમના પ્લાનમાં માત્ર એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી ઓફર કરે છે, ત્યારે BSNL તેના ગ્રાહકોને 395 દિવસની વેલિડિટી ઓફર કરે છે. મતલબ કે તમને એક જ પ્લાનમાં એક વર્ષથી વધુની વેલિડિટી મળી રહી છે. BSNLના આ પ્લાનની કિંમત માત્ર 2399 રૂપિયા છે. આ પ્લાન સાથે તમે લગભગ 13 મહિના સુધી અનલિમિટેડ ફ્રી કોલિંગનો આનંદ માણી શકશો. ફ્રી કોલિંગ સિવાય તમને દરરોજ 2GB ડેટાની સુવિધા પણ મળે છે.

Shah Jina