રૂસની ખૂબસુરત બાઇક રાઇડરે ગુમાવ્યો કંટ્રોલ, તુર્કીમાં થઇ ગયુ મોત- 8 મિલિયન હતા ફોલોઅર્સ
રશિયાની સૌથી સુંદર બાઇકર તરીકે જાણીતી તાત્યાના ઓઝોલિના (Tatyana Ozolina)નું તુર્કીમાં એક બાઇક અકસ્માતમાં મોત થયું છે. અહેવાલો અનુસાર, 38 વર્ષિય તાત્યાનાનું મોત મુગલા પ્રાંતના મિલાસ પાસે થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાત્યાનાએ તેની રેડ BMW S1000RR 2015 બાઇક ચલાવતી વખતે કંટ્રોલ ગુમાવ્યો હતો અને બાઇક એક ટ્રક સાથે અથડાઈ હતી.
અહેવાલો અનુસાર, આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તાત્યાના એક બાઇકર અને ઇન્ફ્લુએન્સર હતી, જેના બાઇક પ્રેમીઓ વચ્ચે લાખો ફેન હતા. તાત્યાનાના Instagram પર એક મિલિયન, ટિકટોક પર 5 મિલિયન અને યૂટયૂબ પર 2 મિલિયન ફોલોઅર્સ હતા. તે તેના ચાહકોને બાઇક અને ટ્રાવેલ વિડીયો દ્વારા સતત અપડેટ કરતી રહેતી હતી.
તાત્યાના રશિયાની સૌથી સુંદર બાઇકર તરીકે જાણિતી હતી. તે બાઇક પર તુર્કીના પ્રવાસે હતી. ‘ધ સન’ના એક રીપોર્ટ અનુસાર, તાત્યાનાએ તેની રેડ BMW S1000RR 2015 પરથી કંટ્રોલ ગુમાવી દીધો હતો અને એક ટ્રકથી ટકરાઇ હતી.
આ અકસ્માતમાં તુર્કીના અન્ય એક બાઇક સવાર ઓનુર ઓબુટને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ પ્રશાસને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પ્રારંભિક તપાસ અનુસાર, તાત્યાનાની બાઇકને તેના ગ્રુપના એક અન્ય બાઇકરે ટક્કર મારી હતી, જેના કારણે તેને અચાનક બ્રેક લગાવવી પડી.
જો કે, અચાનક બ્રેક મારવાને કારણે તાત્યાનાએ બાઇક પરનો કાબૂ ગુમાવી દીધો અને બાઇક કાબૂ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તે થોડા સમય માટે ભાનમાં હતી પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ તેનું મોત થઇ ગયુ.
View this post on Instagram