પાકિસ્તાનથી પોતાના પ્રેમ સચિન મીના માટે ભારત આવેલી સીમા હૈદરને આજે બધા જાણે છે. સચિન સાથે લગ્ન કર્યા બાદ સીમા તેના ચાર બાળકો સાથે નોઈડામાં રહે છે. સીમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સીમા ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો પણ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં સીમાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેની અને સચિન મીનાની પ્રાઇવેટ વાતો લીક કરતી જોવા મળી રહી છે.
વીડિયોમાં સીમા જણાવી રહી છે કે તેને તેના પતિ સચિને ધમકી આપી હતી. વીડિયોની શરૂઆતમાં સીમા હૈદરે કહ્યું કે, ‘સચિને મને કહ્યું હતું કે સનાતન ધર્મમાં નોનવેજ ખાવાની મનાઈ છે, જો હું નોન-વેજ ફૂડ નહીં છોડું તો તે મને કિસ પણ નહીં કરે.’ તેણે ક્લિપમાં આગળ જણાવ્યુ કે હું તમને સચિનની ખાનગી વાત જણાવી રહી છું.
જણાવી દઈએ કે સીમા હૈદરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ઘણા લોકો ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘તારા લપ્પુએ તને એ નથી કહ્યુ કે સનાતન ધર્મમાં એક જ પતિ સાથે સાત જન્મ રહેવાની કસમ ખાવામાં આવે છે.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘ગુલામ હૈદર ભારત આવવાના છે અને હવે તને કોઇ નહિ બચાવી શકે.
ઉલ્લેખનીય છે કે સીમા હૈદર વર્ષ 2023માં તેના 4 બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી ગઇહતી. સીમા હૈદરનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો કારણ કે તે નેપાળ દ્વારા ભારતમાં પ્રવેશી હતી. સીમા અને સચિન એક ઓનલાઈન ગેમ દરમિયાન મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. જે બાદ સીમા પોતાનો દેશ છોડીને સચિનને મળવા ભારત આવી અને હવે બંને લગ્ન કરીને સાથે રહે છે.
View this post on Instagram