હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશાએ ઇન્સ્ટા પર શેર કરી પહેલી પોસ્ટ, એક્સ પતિએ એક નહિ પણ કરી બેક ટુ બેક કમેન્ટ
એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા લગ્નના 4 વર્ષ બાદ અલગ થઈ ગયા છે. બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ લીધો ? આ પ્રશ્ન હજુ યથાવત છે. જો કે છૂટાછેડા પછી નતાશા તેના પુત્ર સાથે તેના હોમટાઉન સર્બિયામાં છે અને અગસ્ત્યને ખુશ રાખવા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.
જ્યારથી કપલે તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે, ત્યારથી નતાશા સતત ટ્રોલર્સના નિશાને છે. ત્યારે હાલમાં જ છૂટાછેડા બાદ નતાશાએ તેના પુત્ર સાથેની કેટલીક ખાસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના પર તેના એક્સ પતિ હાર્દિકે પણ પ્રતિક્રિયા આપી છે. નતાશાના પોસ્ટ શેર કર્યાના થોડા સમય પછી હાર્દિક પંડ્યાએ આ પોસ્ટ પર એક નહિ પણ બે કમેન્ટ કરી હતી.
તેણે નતાશા અને અગસ્ત્યની તસવીરો પર એક કમેન્ટમાં રેડ હાર્ટ ઈમોજી અને બીજી કમેન્ટમાં એવિલ આઇ ઈમોજીનો ઉપયોગ કર્યો છે. નતાશાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે પુત્ર સાથે ડાયનાસોર પાર્કમાં ફરતી જોવા મળે છે. આ પોસ્ટ પર હાર્દિકની કમેન્ટ્સ બાદ યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું- ‘ભાઈના મનમાં હજુ પણ પ્રેમ છે’. અન્ય એકે લખ્યું- ‘અલગ થયા પણ પ્રેમ કાયમ છે’. અન્ય એક યુઝરે લખ્યું- ‘ભાઈએ સાચો પ્રેમ કર્યો હતો’. જણાવી દઇએ કે,હાર્દિકના ભાઈ કુણાલ પંડ્યાએ પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. તેણે રેડ હાર્ટ ઇમોજી સાથે પોસ્ટ શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે નતાશા સર્બિયાની રહેવાસી છે. તે થોડા વર્ષો પહેલા એક પ્રોફેશનલ ડાન્સર તરીકે અને કામ માટે ભારત આવી હતી. ભારત આવ્યા બાદ તેણે ટીવી અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. નતાશા લગ્ન પહેલા તેના અફેરને કારણે ઘણી ચર્ચામાં રહી ચૂકી છે.
જો કે, તેના એ સંબંધ લાંબો સમય ન ટકી શક્યા અને પછી તેના જીવનમાં હાર્દિકની એન્ટ્રી થઇ. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો, તે હાલ શ્રીલંકામાં છે. ભારતે 27 જુલાઈથી શ્રીલંકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ હતો.
પરંતુ તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિક હવે ટીમનો વાઇસ કેપ્ટન પણ નથી. T20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિકે છેલ્લી ઓવર નાખીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.