ભારતના લોકો હંમેશા બુલેટને સ્ટેટસ સિંબલ તરીકે જોતા આવ્યા છે. ટુ-વ્હીલર્સમાં હજુ પણ બુલેટની એક અલગ ઓળખ છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સમયની સાથે દરેક વાહનમાં કંઈક નવું ઉમેરાય છે. એ જ રીતે 1950થી આજ સુધી બુલેટમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે 1950ની બુલેટ જોઈ છે ? આ બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ દાવો કરે છે કે આ 1950ની બાઇક છે, જેની હાલત 74 વર્ષ પછી પણ ખૂબ જ મજબૂત છે. આ જ કારણ છે કે બુલેટ પ્રેમીઓ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી બુલેટ 74 વર્ષ જૂની છે.
બુલેટનો માલિક રીલ બનાવનાર વ્યક્તિને કહે છે કે તે રોયલ એનફિલ્ડ 1950 મોડલ છે, જે તે સમયે ઈંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યું હતું. આ ક્લાસિક બુલેટની ફ્યુઅલ ટાંકી પર દેખાતું સેટઅપ એરોપ્લેન જેવું લાગે છે ! જી હા, ટાંકી પરના સ્પીડોમીટરથી લઈને તેના ઢાંકણ અને બ્રેક સિસ્ટમ સુધીની દરેક વસ્તુ એકદમ ઉત્તમ લાગે છે.
સૌથી રસપ્રદ બાબત આ વાહનની હોર્ન સિસ્ટમ છે, જે કોઈપણ બટનથી નહીં પરંતુ ભોપુ દબાવીને વગાડવામાં આવે છે. એ જ ભોપુ જે જૂની બસોમાં અને આઈસ્ક્રીમ વેચનારાઓના સ્ટોલમાં લગાવવામાં આવતુ. અત્યાર સુધીમાં આ રીલને 1 કરોડ 40 લાખથી વધુ વ્યૂઝ અને 9 લાખથી વધુ લાઈક્સ મળી છે.
View this post on Instagram