કરોડપતિ હોવા છત્તાં પણ ઓટો ચલાવે છે આ કાકા, છે એક રિયલ એસ્ટેટ એજન્ટ, 2 ફ્લેટના છે માલિક

શોખથી ઓટો ચલાવે છે મુંબઇના આ રિયલ એસ્ટેટ એજન્ટ, 2 ફ્લેટના છે માલિક- અન્નાના નામથી છે મશહૂર

મુંબઈમાં ઓટો રિક્ષા સાથે મુસાફરી કરનાર આરજે આલોકિતા માટે એ દિવસ યાદગાર બની ગયો, જ્યારે તેએક ઓટો ડ્રાઇવરને મળી અને તેમણે કહ્યું કે તે માત્ર ડ્રાઇવર જ નહિ પરંતુ વ્યવસાયે રિયલ એસ્ટેટ એજન્ટ પણ છે. નવાઈની વાત એ છે કે મુંબઈમાં તેની પાસે બે ફ્લેટ છે અને તે કહે છે કે તે શોખથી ઓટો ચલાવે છે. ‘અન્ના’ નામના આ દોસ્તાના ડ્રાઇવરને તેમના પડોશમાં ખૂબ પ્રેમ મળે છે. તે કહે છે કે ચેમ્બરથી પનવેલ સુધી તે દરેકને ઓળખે છે.

તેમના સારા સ્વભાવ અને જે રીતે તેઓ સ્થાનિક લોકોને મળ્યા તેનાથી પ્રભાવિત થઈને આરજેએ તેમની કહાની જાણવામાં રસ દાખવ્યો. આખી વાતચીત દરમિયાન અન્નાએ માત્ર પોતાની વાર્તા ના શેર કરી પણ કેટલીક પ્રેરણાદાયી સલાહ પણ આપી. મુલાકાતના અંતે તેમણે માતા-પિતાનું સન્માન કરવા અને જીવનમાં સફળ થવા માટે મજબૂત રહેવાની વાત કરી હતી.

અન્નાએ કહ્યું, “જે તેમના માતા-પિતાને સમજે છે, તે બધુ માને છે. દિવસેને દિવસે તમારું જીવન મુશ્કેલ થતું જશે અને બીજી એક વાત કોઈના પર વિશ્વાસ ન કરો. મજબૂત રહો. જો કોઈ આંગળી ઉંચી કરે તો તેનો હાથ તોડી નાખો.” ઇન્સ્ટાગ્રામ પર ક્લિપ શેર કરતી વખતે આરજે અલોકિતાએ લખ્યું, “મળો ચેમ્બરના ‘અન્ના’ને, જે રિક્ષા ચલાવવાને પોતાનો શોખ માને છે.”

આરજે એ વધુમાં જણાવ્યું કે, “ગઈકાલે ઘરે પરત ફરતી વખતે હું વિદ્યાવિહાર સ્ટેશનથી રિક્ષા લઈને આવી હતી અને હું આ પ્રેમાળ માણસને મળી. તે રસ્તામાં મળેલા દરેકને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. મને તે જોઈને આશ્ચર્ય થયું કે બધા તેમને પ્રેમથી જવાબ આપી રહ્યા હતા જેમ કે બધા તેમને જાણતા હોય. જિજ્ઞાસાથી મેં તેમને પૂછ્યુ કે તમે બધાને જાણો છો ?તેમણે ઠીક એ જવાબ આપ્યો જે તમે વીડિયોમાં જોઇ શકોછો. પ્રેરણા તમને ક્યાંય પણ મળી શકે છે, બસ તમારી ખોજ જારી રાખો.

 

View this post on Instagram

 

A post shared by RJ Alokita (@rjalokita)

Shah Jina