બે પગ પર ઊભો રહી ગયો ટાઇગર, સાઇઝ એટલી કે વ્યક્તિ પણ દેખાવા લાગ્યો નાનો- ચોંકાવી દેશે આ વીડિયો
કુદરતે મનુષ્ય સહિત દરેક જીવો માટે એક સિસ્ટમ બનાવી રાખી છે, જે હિસાબે દરેક પૃથ્વી પર સર્વાઇવ કરતા રહે. કેટલાક પાણીમાં રહે છે, તો કેટલાક જંગલમાં શિકાર કરે છે તો કેટલાક ઘાસ ખાઈને જીવે છે. એવા ઘણા પ્રાણીઓ છે જેને આપણે એટલે કે મનુષ્ય રાખી શકે છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં જંગલી પ્રાણીઓને પાલતુ બનાવી રાખવાની આઝાદી છે. જો કે, આ પ્રકૃતિ વિરુદ્ધ માનવામાં આવે છે.
આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘરની અંદર વાઘ જોવા મળી રહ્યો છે. વાઘ લોખંડનો દરવાજો પકડીને ઊભો છે અને તેને ખોલીને બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે વાઘનો માલિક વારંવાર તેને નીચે આવવા માટે કહી રહ્યો છે. આખરે વાઘ નીચે આવે છે પણ તેને જોઈને એવું લાગે છે કે તે ખૂબ જ દુઃખી છે. તેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો અને વિચારવા લાગશો કે તેમની જગ્યા વાસ્તવમાં ચમકતી દીવાલોવાળું ઘર નહિ પણ જંગલ છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @miansaqib363 પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ અને 9 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જો કે આ વાઘનું કદ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાઘ એટલો વિશાળ છે કે તેની સામે માણસો પણ અડધો દેખાય છે. ઘણા યુઝર્સ તેની સાઈઝ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
View this post on Instagram