“હે પ્રભુ! હે હરિ રામ ક્રિષ્ન..” પાણી ભરાઈ ગયા તો પણ છોકરાઓની અનોખી રમત જોઈ લોકો દંગ રહી ગયા, વીડિયો થયો વાયરલ

પૂરમાં પણ ના રોકાઇ છોકરાઓની મસ્તી ! પૂરી મોજથી રમતા જોવા મળ્યા વોલીબોલ, યુઝર્સે કહ્યુ- આ મારુ પણ સપનુ છે…

સામાન્ય રીતે લોકો ભારે વરસાદમાં ઘરથી બહાર નીકળવાનું ટાળે છે, કે બહાર ક્યાંક કિચડ ન હોય. જો કે હાલમાં કેટલાક છોકરાઓનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કમર સુધીના પાણીમાં વોલીબોલ રમતા જોવા મળે છે. વરસાદ બાદ આ જગ્યા પર પાણી ભરાઈ ગયુ અને છોકરાઓ ત્યાં નેટ લગાવી વોલીબોલ રમવા લાગ્યા. તેમની મસ્તી અને રમત પ્રત્યેનો જુસ્સો જોઈને દરેક આશ્ચર્યમાં મૂકાઇ ગયા.

આ જ કારણ છે કે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક છોકરાઓ કમર સુધીના પાણીમાં વોલીબોલ રમતા જોવા મળે છે. આ છોકરાઓ પાણીમાં વોલીબોલ રમવાની મજા માણી રહ્યા છે. તેમની અનોખી રમત ભાવનાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી.

આ વીડિયો દક્ષિણ ભારતનો હોવાનું કહેવાઇ રહ્યુ છે. જેને ઈન્સ્ટાગ્રામ પર @volleydonor હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1.5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને આ અનોખી ગેમના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by volleydonor (@volleydonor)

આ પહેલા પણ પાણીમાં રમવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે.પાણીમાં ક્રિકેટ રમતા કેટલાક છોકરાઓનો વીડિયો વાયરલ થયો હતો. ભારતને જુગાડનો દેશ કહેવામાં આવે છે, જ્યાં રમત માટે માત્ર ઇચ્છાની જરૂર હોય છે. પાણીથી ભરેલું મેદાન હોય કે સૂકું મેદાન હોય, ભારતીય ખેલાડીઓ રમવા માટે કોઇને કોઇ જગ્યા શોધી જ લે છે.

 

View this post on Instagram

 

A post shared by jony mija (@jony.mija)

Shah Jina