લો બોલો! મહિલાની છૂટાછેડાની જોરદાર પાર્ટી, ડિવોર્સની ગ્રૈંડ પાર્ટીમાં મિત્રો સાથે લગાવ્યા જોરદાર ઠુમકા

છૂટાછેડા બાદ પાકિસ્તાની મહિલાએ આ અંદાજમાં મનાવ્યો જશ્મ, વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ

ઇન્ટરનેટ યુઝર્સને અવાર નવાર દિલચસ્પ વીડિયો જોવા મળી જ જાય છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં રહેતી આ પાકિસ્તાની મહિલાએ છૂટાછેડા બાદ ગ્રૈંડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તે જોરોશોરોથી ડાન્સ કરતી જોઈ શકાય છે.

મહિલાની આ છૂટાછેડાની ઉજવણી ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આ વીડિયો પર કમેન્ટ સેક્શનમાં ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલા બોલીવુડના ગીતો પર ખુલ્લેઆમ ડાન્સ કરતી જોઈ શકાય છે. મહિલાના આ છૂટાછેડાની ઉજવણીને લોકો ખરેખર પસંદ કરી રહ્યા છે. ઈન્ટરનેટ યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું – એકલા રહેવું શ્રેષ્ઠ છે. કોઈ તણાવ નહીં, તમારી પોતાની શરતો પર જીવનનો આનંદ માણો અને શાંત રહો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ તેનો દિવસ છે, તેને રિલેશનશીપમાંથી બહાર આવ્યા બાદ ઉજવણી કરવા દો અને ખુશ રહેવા દો. અન્ય એક યુઝરે લખ્યું કે હું આ મહિલા માટે ખુશ છું, મને આશા છે કે તે પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકશે અને સંપૂર્ણ જીવન જીવી શકશે.

Shah Jina