ઇંગ્લેન્ડના બકિંઘમ પેલેસ અને મુકેશ અંબાણીના એંટીલિયા કરતા પણ મોંઘુ અને મોટુ છે ગુજરાતનું આ ઘર- કિંમત જાણી ઉડી જશે હોંશ

બ્રિટનની રાણીનો મહેલ જેને દુનિયા બકિંઘમ પેલેસ તરીકે ઓળખે છે., આ આલીશાન મહેલ પણ ભારતના ગુજરાત અને એમાં પણ વડોદરામાં બનેલા ઘરની સામે કંઇ નથી. ભારતનો આ મહેલ એટલો વિશાળ છે કે તેમાં 4 બકિંઘમ પેલેસ પણ સમાઇ જાય. આ મહેલને વિશ્વના સૌથી મોટા ઘરનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે અને તેની કિંમત ભારતમાં બનેલી કોઈપણ મિલકત કરતાં વધુ છે.

આ મહેલમાં 170 રૂમ છે અને અનેક ગાર્ડન બનાવવામાં આવ્યા છે. સુંદરતા એટલી છે કે અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. અમે વાત કરી રહ્યા છીએ બરોડાના રાજવી પરિવારના નિવાસસ્થાન લક્ષ્મી વિલાસ પેલેસની. આ પેલેસ વિશ્વનું સૌથી મોટું પ્રાઇવેટ રહેઠાણ છે, જે 700 એકરમાં ફેલાયેલું છે. તેની સરખામણીમાં બ્રિટનના બકિંઘમ પેલેસના આકાર એક ચોથાઇ એટલે કે 25 ટકા છે.

હાઉસિંગ ડોટ કોમ અનુસાર, લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જ્યારે બકિંગહામ પેલેસ 8,28,821 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ મહેલનું નિર્માણ વર્ષ 1880માં કરાવ્યું હતું. ત્યારે તેની કિંમત માત્ર 18 હજાર ગ્રેટ બ્રિટન પાઉન્ડ (GBP) હતી. જો આપણે તેને રૂપિયામાં જોઈએ તો તેની કુલ કિંમત 19,06,950 રૂપિયા હતી.

જો કે, આજે તે દેશની સૌથી મોંઘી મિલકત બની ગઈ છે. લક્ષ્મી વિલાસ પેલેસના વર્તમાન માલિક એચઆરએચ સમરજિતસિંહ ગાયકવાડ છે, જેમણે 2012માં તેમના પિતા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડના અવસાન બાદ સંભાળ્યુ. તેમના લગ્ન વર્ષ 2002માં વાંકાનેર રાજ્યના રાજવી પરિવાર સાથે સંકળાયેલા રાધિકારાજે સાથે થયા હતા. રાધિકા પત્રકાર રહી ચૂક્યા છે. સમરજિતને હાલમાં 2 દીકરીઓ છે.

વડોદરાની રોયલ ફેમીલી જે મહેલમાં રહે છે, તેમાં 170 રૂમ છે અને મહેલ 170 એકરમાં ફેલાયેલો છે. બાકીની જગ્યામાં ગાર્ડન અને સ્વિમિંગ પુલ બનેલા છે. આ પેલેસની હાલની કિંમત લગભગ 24 હજાર કરોડ રૂપિયા છે, જે ભારતમાં બનેલા કોઈપણ પ્રાઈવેટ રેસિડેન્સથી વધુ છે, એટલું જ નહીં આ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત પણ છે. તેને બનાવનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1886માં બનેલી પહેલી મર્સિડીઝ બેંચ પેટેંટ મોટરવેગન ખરીદી હતી, જે આજે પણ આ મહેલની સુંદરતામાં વધારો કરી રહી છે.

આ ઉપરાંત રોયલ ફેમિલી પાસે 1934ની રોલ્સ રોયસ, 1948ની બેન્ટલી માર્ક VI અને 1937ની રોલ્સ રોયસ ફેન્ટમ III પણ છે. રોયલ ફેમિલીની વાત કરીએ તો તેમની પાસે ગુજરાત, બનારસ સહિત દેશભરમાં ફેલાયેલા 17 મંદિર ટ્રસ્ટનું નિયંત્રણ છે. આ રાજવી પરિવારની કુલ સંપત્તિ અંદાજે 20 હજાર કરોડ રૂપિયા છે. મંદિરો ઉપરાંત પૈતૃક મિલકતો, પ્રોપર્ટીઝ અને બિઝનેસ વેંચરથી પણ દર મહિને કરોડો રૂપિયાની કમાણી થાય છે.

Shah Jina