બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. ફેન્સ દરરોજ તેના નવા લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે હવે મલાઈકાના નવા લુકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ લુકની તસવીરો પણ શેર કરી છે.
જો કે, ઇન્સ્ટન્ટ બોલીવુડ પેજ એ મલાઈકા અરોરાનો આ લુક વાળો વીડિયો શેર કર્યો છે. મલાઈકા બ્લેક લહેંગામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ લુકમાં મલાઈકા અરોરાએ તેના વાળ કર્લ્ડ અને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન તેણે કાનમાં લાંબી ઈયરિંગ્સ પણ પહેરી છે. અભિનેત્રીએ આ લુક હીલ્સ સાથે કંપલીટ કર્યો છે. આ લુકમાં મલાઈકાએ ઘણા અદભૂત પોઝ પણ આપ્યા છે. લોકો તેના બોલ્ડ લુકના વખાણ કરતા થાકતા નથી. યુઝર્સ કમેન્ટ્સ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram