સ્ટાઇલિશ અને બોલ્ડ બ્લાઉઝ-બ્લેક ખૂબસુરત લહેંગા, 50 વર્ષની ઉંમરે મલાઇકા અરોરાએ રેમ્પ પર વરસાવ્યો કહેર

50 વર્ષની ઉંમરે મલાઇકા આંટીએ સ્ટાઇલિશ અને બોલ્ડ બ્લાઉઝ પહેર્યું, ઉપર ન દેખાવાનું દેખાઈ રહ્યું છે સાફ સાફ, જુઓ ફોટોસ

ઈન્ડિયા કોચર વીક 2024 શરૂ થઈ ગયું છે, ત્રીજા દિવસે મલાઈકા અરોરાએ ધૂમ મચાવી દીધી. મલાઈકા અરોરા ડિઝાઈનર સિદ્ધાર્થ ટાઈટલરની શોસ્ટોપર બની. 50 વર્ષની મલાઈકાએ બ્લેક લેહેંગા-ચોલીમાં રેમ્પ પર આગ લગાવી દીધી. મલાઈકા અરોરાએ ડિઝાઈનર સિદ્ધાર્થ ટાઈટલર માટે રેમ્પ વોક કર્યું અને તેની શોસ્ટોપર બની હતી.

આ રેમ્પ વોક માટે મલાઈકા અરોરાએ સુંદર બ્લેક લહેંગો પસંદ કર્યો હતો. મલાઈકાએ આ લહેંગા સાથે પ્લંગિંગ બ્લાઉઝ પહેર્યો હતો. એથનિક આઉટફિટ હોવા છત્તાં આ ખાસ સ્ટાઇલિશ બ્લાઉઝને પૂરી રીતે ગ્લેમરથી ભરી દીધું હતું.

મલાઈકાએ આ લુક સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને સુંદરતા વધારવા માથામાં ટિયારા લગાવ્યુ હતુ. મલાઈકાએ બ્રોન્ઝ કોમ્પ્લેક્શન, સ્મોકી આઈઝ અને સુંદર આઈ લેશ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મલાઈકા અરોરા ભલે 50 વર્ષની હોય પણ જ્યારે તેણે રેમ્પ પર વોક કર્યું ત્યારે તે યુવા મોડલ્સને પણ માત આપી રહી હતી.

પોતાની ફિટનેસ અને સ્ટાઈલના કારણે મલાઈકા અરોરા આજે પણ ફેશન અને મોડલિંગની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. આટલા વર્ષો પછી પણ રેમ્પ પર મલાઈકા અરોરાનો આત્મવિશ્વાસ ઓછો નથી થયો. આ ફેશન શો દરમિયાન મલાઈકા અરોરાએ તેના લુક અને આઉટફિટ તેમજ અર્જુન કપૂર માટે ઘણી હેડલાઈન્સ બનાવી છે.

ફેશન શો દરમિયાન, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાથી દૂર બેઠેલા જોવા મળ્યા, જેણે તેમના બ્રેકઅપના સમાચારને વધુ વેગ આપ્યો. જો કે, મલાઈકા કે અર્જુને હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

છૈય્યા છૈય્યા અને મુન્ની બદનામ હૈ જેવા ગીતોથી હેડલાઇન્સ બનાવનાર મલાઇકા અરોરાને આજે કોઇ પરિચયની જરૂર નથી. ભલે તે અભિનેત્રી બનવા માટે ફિલ્મી દુનિયામાં આવી હોય, પરંતુ તેણે ફેશન દિવા તરીકે ઘણુ નામ કમાવ્યું છે. યોગા ફ્રીક અને ફિટનેસ ક્વીન મલાઇકા 50 વર્ષની છે, પણ તેના ચહેરા પરની ચમક યંગ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, મલાઈકા અરોરા દરેક લુકમાં સુંદર લાગે છે. તેનું દરેક ફેશન સ્ટેટમેન્ટ ઓન-પોઈન્ટ છે. તાજેતરમાં જ મલાઇકા યલો લહેેંગામાં જોવા મળી હતી. મલાઈકા અરોરા એક ઈવેન્ટમાં ગઈ હતી, જ્યાં તે યલો લહેંગો પહેરીને પહોંચી હતી. મલાઈકા કારમાંથી નીચે ઉતરી કે તરત જ યલો ડ્રેસમાં તેનો જાદુ બધે ફેલાઈ ગયો. આ લુક સાથએ મલાઈકાએ મોતી અને લીલા રત્નોથી સજ્જ સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને ન્યુડ મેકઅપ કર્યો હતો.

સોફ્ટ વેવ્ઝમાં મલાઇકાએ વાળને સ્ટાઇલ કર્યા હતા. ઈવેન્ટના વાયરલ વીડિયોમાં મલાઈકા તેના લહેંગાને એડજસ્ટ કરતી જોવા મળી હતી. આ લુકમાં મલાઈકા કોઈ રાજકુમારીથી ઓછી નહોતી દેખાઈ રહી. મલાઈકાએ પેપરાજીને અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ પણ આપ્યા હતા. મલાઇકા છેલ્લા કેટલાક સમયથી પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે.

મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી, બંનેએ 2019માં સોશિયલ મીડિયા પર પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.મલાઈકા અને અર્જુનના લગ્નને લઇને ચાહકો પણ ઉત્સુક હતા. જો કે, જ્યારે તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા તો બધા ચોંકી ગયા. જો કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તરફથી તેમના બ્રેકઅપના સમાચાર પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ બંનેની પોસ્ટ જોઈને લાગે છે કે હવે કપલ અલગ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina
error: Unable To Copy Protected Content!