તાજેતરમાં જ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો એક ખાનગી બાથરૂમનો વીડિયો લીક થયો હતો, જેમાં તે ન્હાવા માટે કપડાં ઉતારતી જોવા મળી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો પછી ઉર્વશીનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે પોતાના મેનેજર પર ગુસ્સે થતી જોવા મળી હતી.
ત્યારે તાજેતરમાં જ ઉર્વશીએ જણાવ્યું કે જ્યારે તેણે તેનો આ વીડિયો પહેલીવાર જોયો ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી. વાસ્તવમાં તે ઘટના પછી ઉર્વશી રૌતેલા પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. જ્યાં મીડિયાએ તેને અનેક સવાલો પૂછ્યા. તેના જવાબમાં ઉર્વશીએ કહ્યું કે તે બાથરૂમનો વિડિયો જોઈને ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. પરંતુ તે વિડિયો કોઈ અંગત વિડિયો નથી.
આ પછી અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું ખરેખર તમારી સાથે આવું ક્યારેય બન્યું છે અથવા કોઈએ તમને બ્લેકમેલ કર્યા તે કંઈક ? તેના પર અભિનેત્રી કહે છે કે ના, એવું નથી અને મને લાગે છે કે આવું ક્યારેય કોઈ છોકરી સાથે ન થવું જોઈએ. આ એક ફિલ્મનો સીન હતો જે લીક થયો હતો. જણાવી દઈએ કે, ઉર્વશીનો જે બાથરૂમ વીડિયો લીક થયો હતો તે તેની ફિલ્મ ઘુસપૈઠિયાના ટ્રેલરનો એક સીન હતો.
View this post on Instagram