Kirti Patel worshiped her parents : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીકટોક દ્વારા પ્રખ્યાત થયેલી સુરતની કીર્તિ પટેલ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આજે ભલે ભારતમાં ટિક્ટોક બેન થઇ ગયું હોય પરંતુ કીર્તિ પટેલની પ્રસિદ્ધિ દિવસે દિવસે વધી રહી છે. કીર્તિ પટેલ લાઈવમાં ઘણીવાર બેફામ વાણી વિલાસ કરતી પણ જોવા મળે છે, તો ક્યારેક કોઈને ધમકી આપવાના મામલામાં પણ તેનું નામ ચર્ચામાં આવે છે.
કીર્તિ પટેલ વિરુદ્ધ ગણા ગુન્હા પણ નોંધાઈ ચુક્યા છે. તો તે પોતાના વીડિયો દ્વારા પણ હંમેશા ચર્ચામાં આવતી રહે છે. વીડિયોમાં તે કોઈપણ મુદ્દા પર પોતાનો મત રજૂ કરે છે અને પછી વિવાદનો મધપૂડો છંછેડાઈ જતો હોય છે. ત્યારે હવે ફરી એકવાર કીર્તિ પટેલ એક વીડિયોના કારણે ચર્ચામાં આવી છે અને આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો તેનો ગાળો બોલતો કે કોઈ વિવાદિત નિવેદન આપતો નથી, પરંતુ તેના માતા-પિતાની પૂજા કરતો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કીર્તિના માતા પિતા ખુરશીમાં બેઠેલા છે અને તે તેમની તિલક લગાવીને પૂજા કરી રહી છે, સાથે જ “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ”નો શ્લોક પણ બોલતી જોવા મળી રહી છે.
આ ઉપરાંત તે પોતાના માતા પિતાને હાર પણ પહેરાવે છે અને પિતાના ચરણ પણ ધુએ છે અને એ પાણી પણ પીતી જોવા મળી રહી છે. આ સાથે તે વીડિયોમાં પણ કહેતા જોવા મળી રહી છે કે મારા હરેક જીવનમાં મને આવા માતા પિતા મળે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયલર થઇ રહ્યો છે અને વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપતા જોવા મળે છે.
View this post on Instagram