ભારતે સુપર ઓવરમાં જીત્યો મુકાબલો ! સૂર્યા-રિંકુનો ચાલ્યો જાદુ- 3 રનના ટાર્ગેટ સામે પહેલા જ બોલ પર સૂર્યકુમારે માર્યો ચોગ્ગો

શું મેચ હતી, જબરદસ્ત અને શાનદાર… મતલબ કે જ્યાંથી એવું લાગતું હતું કે શ્રીલંકા આ મેચ આસાનીથી જીતી જશે, ત્યાં નવી ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન સૂર્યકુમારે છેલ્લી ઓવરોમાં એવો પેંતરો કર્યો કે લંકાની ટીમનો પરાજય થયો. ભારત આ મેચમાં ક્યાંયથી પણ જીતવાની સ્થિતિમાં જણાતું નહોતું, પરંતુ છેલ્લી બે ઓવરમાં પહેલા રિંકુએ બે વિકેટ લીધી અને પછી મેચની છેલ્લી ઓવરમાં સૂર્યકુમાર યાદવે 2 વિકેટ લઈને મેચ ટાઈ કરી દીધી.

આ પછી જ્યારે મેચ સુપર ઓવરમાં ગઈ તો વોશિંગ્ટન સુંદરે કસર પૂરી કરી દીધી. તો મેચમાં શું થયું એ તો જાણી લો. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ મંગળવારે એટલે કે નાટકીય રીતે સમાપ્ત થઈ. મેચ સુપર ઓવરમાં પહોંચી અને સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમે 3-0થી સીરીઝ જીતી લીધી. ભારતીય ક્રિકેટમાં નવા યુગ (ગંભીર-સૂર્યકુમાર)ની શરૂઆત ‘લંકા દહન’થી થઈ હતી.

રિંકુ સિંહ અને સૂર્યકુમાર યાદવ બેટથી સારું પ્રદર્શન કરી શક્યા નહિ પરંતુ બંનેએ 19મી અને 20મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને વિકેટ પણ લીધી. 12 બોલમાં 9 રન પણ ના બનવા દીધા. ત્યારબાદ વોશિંગ્ટન સુંદરે સુપર ઓવરમાં શાનદાર બોલિંગ કરી. શ્રીલંકાને છેલ્લી 2 ઓવરમાં 9 રનની જરૂર હતી. 18 ઓવરમાં તેમનો સ્કોર 4 વિકેટે 129 રન હતો. આ પછી રિંકુ સિંહે 19મી ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને 2 વિકેટ લીધી.

આ પછી 20મી ઓવરમાં સૂર્યકુમાર યાદવે 2 વિકેટ લીધી અને 5 રન આપ્યા. મેચ ટાઈ થઈ અને સુપર ઓવરમાં સૂર્યકુમારે વોશિંગ્ટન સુંદરને પસંદ કર્યો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી અને તેના ટોપ સ્કોરર કુસલ પરેરા અને કુસલ મેંડિસ બેટિંગ કરવા આવ્યા. સુંદરે મેચમાં 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે સુપર ઓવરની શરૂઆત વાઈડથી કરી હતી. આગલા બોલ પર સિંગલ આપ્યો.

સુંદરે બીજો બોલ થોડો ધીમો અને ટૂંકો ફેંક્યો, પરેરાએ બોલને સીધો ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગમાં મારવાનો પ્રયાસ કર્યો જ્યાં રવિ બિશ્નોઈએ પ્રથમ બોલ પર શૂન્ય પર કેચ આઉટ કર્યો. સુંદરે ફુલ લેન્થ બોલ ફેંક્યો, જેને નિસાંકાએ ડીપ મિડ-વિકેટ પર રિંકુના હાથોમાં પહોંચાડી દીધો. શ્રીલંકા માત્ર 2 રનમાં આઉટ થઈ ગયું. સૂર્યકુમાર અને શુભમન બેટિંગ કરવા આવ્યા. સૂર્યકુમારે મહેશ તિક્ષ્ણાના પહેલા બોલને ફાઇન લેગ ફેન તરફ સ્વિપ કર્યો અને ભારતે સુપર ઓવર અને T20 સીરીઝ 3-0થી જીતી લીધી.

Shah Jina