ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચી દીધો. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બેક ટુ બેક મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. ઓલિમ્પિકમાં ‘ધાકડ’ એથ્લેટ બનીને ઉભરી મનુ ભાકર માત્ર 22 વર્ષની છે. ઓલિમ્પિકમાં મનુની જીતને કારણે તમામ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ છે અને સોશિયલ મીડિયા પર અભિનંદનનું પૂર આવ્યુ છે.
જણાવી દઇએ કે, આ વચ્ચે મનુ ભાકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે 22 વર્ષની નાની ઉંમરે તે 22થી પણ વધુ દેશોની મુલાકાત લઇ ચૂકી છે. આ દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, ચીન, દક્ષિણ કોરિયા, તાઇવાન, ક્રોએશિયા, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની જેવા ઘણા મોટા દેશોનો સમાવેશ થાય છે.
આ વીડિયોમાં તેણે અલગ-અલગ દેશોના નામ જણાવવાની સાથે આ દેશોની પોતાની તસવીર પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે બે મેડલ જીતીને બધાનું દિલ જીતી લેનારી મનુએ ફરી એકવાર 25 મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં ઉતરવાની છે અને તેની પાસે ત્રીજો મેડલ જીતવાની પણ તક છે જે 2 ઓગસ્ટથી શરૂ થશે.
View this post on Instagram