બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી પડી હતી બ્રાઝિલની સ્વિમર, ઓલંપિક્સથી કરી દેવાઇ બહાર
એક મહિલા એથ્લેટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર નીકાળી દેવામાં આવી કારણ કે તે રાત્રે ઓલિમ્પિક વિલેજની બહાર તેના બોયફ્રેન્ડ સાથે ફરવા ગઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ બ્રાઝિલની મહિલા સ્વિમર એના કેરોલિના વિએરાની, જેની પેરિસ ઓલિમ્પિકમાં સફરનો અંત આવી ગયો છે.
બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિ દ્વારા એનાને ઓલિમ્પિક 2024માંથી બહાર કરી દેવાઇ છે. જો કે, જો તે પરવાનગી સાથે ઓલિમ્પિક વિલેજની બહાર ગઈ હોત તો તેની સામે આ કાર્યવાહી કરવામાં ન આવી હોત. જ્યારે તે ઓલિમ્પિક વિલેજમાં પાછી આવી ત્યારે આ વિશે તેને પૂછનાર કોચ પર ભડકી. એક તો ચોરી ને ઉપરછી સીનાઝોરી.
એવામાં આ મામલો બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિ સુધી પહોંચ્યો. જેણે સમય લીધા વિના કેરોલિનાને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલની મહિલા સ્વિમર સાથે જોડાયેલી આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. બીજા જ દિવસે એનાએ 4×400 મીટર ફ્રી સ્ટાઇલ રિલે ઇવેન્ટમાં ભાગ લેવાનો હતો.
તેણે મેચમાં ભાગ લીધો અને તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. તે 12માં ક્રમે રહી.એનાની જેમ તેનો બ્રિયલ સેંટોસ પણ પેરિસ ઓલંપિકમાં બ્રાઝિલનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે મેન્સ ટીમની 4×100 ફ્રીસ્ટાઈલ ઈવેન્ટ જીતી શક્યો નહિ. જો કે, કેરોલિનાની જેમ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી કારણ કે તેણે માફી માંગી લીધી હતી.