શાહરૂખ ખાન અને આ IPL ટીમના માલિક વચ્ચે થઇ તીખી બહેસ…જાણો બવાલનું અસલી કારણ

BCCI ની IPL ટીમ માલિકો સાથે મીટિંગ : IPL એ મીડિયા એકવાઇઝરીમાં આપી અપડેટ, શાહરૂખ ખાનની નેસ વાડિયા સાથે થઇ તીખી બહેસ

IPLની નવી સિઝન પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે એટલે કે 31 જુલાઈએ મુંબઈમાં તમામ 10 ટીમોના માલિકો સાથે બેઠક યોજી હતી. મીટિંગ પછી જારી કરાયેલ એડવાઈઝરીમાં BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે 10 ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે આઈપીએલની આગળની સિઝન સંબંધિત ઘણા વિષયો પર વાતચીત કરી હતી.

તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રેન્ચાઇઝી માલિકોએ ખેલાડીઓના નિયમન અને લાયસન્સ, ગેમિંગ સહિત ઘણા વ્યવસાયિક પાસાઓ પર પ્રતિસાદ આપ્યો છે. બીસીસીઆઈ આગામી થોડા અઠવાડિયામાં ફ્રેન્ચાઈઝીઓને તેના નિર્ણયની જાણ કરશે. ANI અનુસાર, મીટિંગ પછી, BCCI સેક્રેટરી જય શાહ, પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન BCCI હેડ-ક્વાર્ટરની બહાર જોવા મળ્યા હતા.

ક્રિકબઝના અહેવાલમાં જણાવાયું છે કે ઘણી ટીમોએ મેગા ઓક્શનનો વિરોધ કર્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના માલિક શાહરૂખ ખાન અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના સીઈઓ કાવ્યા મારને તેને બંધ કરવાની માંગ કરી હતી. શાહરૂખ ખાન આગામી મેગા ઓક્શનની વિરુદ્ધ હતો, જ્યારે પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા ઇચ્છતા હતા કે હરાજી થાય. શાહરૂખે મીટિંગમાં પોતાનો મત પણ વ્યક્ત કર્યો હતો કે મિની ઓક્શન થવી જોઈએ અને શક્ય તેટલા ખેલાડીઓને જાળવી રાખવાની સુવિધા પૂરી પાડવી જોઈએ.

જ્યારે નેસ વાડિયાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે બંને વચ્ચે પોતપોતાના મુદ્દા પર દલીલો શરૂ થઈ ગઈ હતી. પંજાબ તરફથી આ મીટિંગમાં પ્રીતિ ઝિન્ટા નહીં પરંતુ ફ્રેન્ચાઈઝીના કો-ઓનર નેસ વાડિયા હાજર રહ્યા હતા. શાહરૂખની KKRએ આ સિઝનમાં ટાઈટલ જીત્યું અને આવી સ્થિતિમાં તે શક્ય તેટલા વધુ ખેલાડીઓને પોતાની સાથે રાખવા ઈચ્છે છે, જેથી ટીમનો ‘કોર’ અકબંધ રહે.

Shah Jina