હવે પફની અંદર બટાટાની જગ્યાએ નીકળી એવી વસ્તુ કે વીડિયો જોઇ ઇન્ટરનેટની જનતાનું માથુ ફરી ગયુ

લોકો ખૂબ જ ઉત્સાહથી બેકરી પ્રોડક્ટ ખાય છે. તમને આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં પેટીસના ઘણા પ્રેમીઓ મળશે. દિલ્હીમાં રહેતા લોકો મેટ્રો સ્ટેશન પર પેટીસની સ્મેલ સૂંઘી જ દુકાને પહોંચી જાય છે. કેટલાક બેકરી માલિકો એવા છે કે જેઓ ગુણવત્તા સાથે બાંધછોડ કરતા નથી અને માત્ર સારી પ્રોડક્ટ વેચે છે, જ્યારે કેટલાક દુકાનદારો તેઓ જે માલ વેચે છે તેની ગુણવત્તા પણ તપાસતા નથી.

આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પેટીસની અંદર જીવલેણ ફૂગ જોવા મળી રહી છે. યુઝર્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો વારાણસીના પ્રખ્યાત રેસ્ટોરન્ટ રામકટોરા સ્થિતનો હોવાનું કહેવાય છે.

વીડિયોમાં ગ્રાહક રેસ્ટોરન્ટના કાર્યકરને પેટીસ ખોલતો બતાવી રહ્યો છે જેમાં ફૂગ છે. સાથે જ ગ્રાહક એવી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યો છે કે જો તેણે આ પેટીસ ખાધી હોત તો તેનું શું થાત? @tusharcrai નામના યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે.

Shah Jina