સોશિયલ મીડિયાના આ જમાનામાં ક્યારે, કોણ અને કેવી રીતે પોપ્યુલર થઇ જાય તે કહી ન શકાય. આવી સ્થિતિમાં, લોકો રાતોરાત પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર રહેતા હોય છે. હાલમાં જ આવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મુંબઈના રસ્તા પર એક છોકરી ટોવેલમાં લપટેલી જોવા મળે છે. આ છોકરી કોઇ બીજુ નહિ પણ તનુમિતા ઘોષ છે જે Myntra Fashion Superstarની વિજેતા છે.
તનુમિતાના ઈન્સ્ટાગ્રામ પર 37 હજારથી વધુ ફોલોઅર્સ છે. તનુમિતાનો આ વીડિયો જોયા બાદ લાગે છે કે તે બાથરૂમમાંથી સ્નાન કરીને સીધી રોડ પર આવી ગઈ હતી. વીડિયોમાં તનુમિતાને ટુવાલમાં લપેટીને નિર્ભયપણે ચાલતા જોઈ શકો છો. તેણે કાનમાં બુટ્ટી પણ પહેરી છે અને પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા છે. તે જે રસ્તા પરથી પસાર થઈ રહી છે ત્યાં લોકો તેને જોઈ રહ્યા છે. જો કે, અચાનક તનુમિતા દોડીને વાળમાં જે ટુવાલ છે તે ફેંકી દે છે અને આ પછી શરીર પર પણ વીંટળાયેલો ટુવાલ ફેંકી દે છે.
જોકે, ત્યારે જ સત્ય બહાર આવે છે. તેણે ટુવાલ પાછળ ડ્રેસ પહેર્યો હોય છે, પણ લોકોનો સવાલ એ છે કે આ નોટંકીની શું જરૂર છે ? આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘તૌબા-તૌબા’ ગીત પણ વાગી રહ્યું છે અને કેપ્શનમાં લખ્યું છે- મુંબઈના લોકો મને જોઈને કદાચ ‘તૌબા-તૌબા’ કહી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં 10 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.
View this post on Instagram