...
   

4 વર્ષનો થયો હાર્દિક-નતાશાનો દીકરો, ક્રિકેટરની એક્સ પત્નીએ પિયરમાં ધામધૂમથી કર્યો સેલિબ્રેટ- જુઓ તસવીરો

નતાશા સ્ટેનકોવિકે મનાવ્યો દીકરા અગસ્ત્ય પંડ્યાનો 4th બર્થ ડે, પાર્ટીની તસવીરો અને વીડિયો શેર કર્યો તો જેઠ કુણાલ પંડ્યાએ કરી આ કમેન્ટ

ક્રિકેટર હાર્દિકની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા બાદ ચર્ચામાં છે. છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિક તેના પુત્ર સાથે હાલ સર્બિયામાં છે. ત્યાંથી તે એક પછી એક તસવીરો શેર કરી રહી છે. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકે તેના પુત્ર અગસ્ત્યનો 4થો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેની તસવીરો પણ તેણે શેર કરી છે. જો કે, આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગઈ અને હાર્દિકના ફેન્સ ખૂબ જ ભાવુક થઇ ગયા.

નતાશા પુત્રને જન્મદિવસ પર પ્રાણી સંગ્રહાલય ફરવા પણ લઇ ગઇ હતી, જયાંથી પણ તેણે તસવીર શેર કરી હતી. આ તસવીરમાં નતાશા સ્ટેનકોવિક મેકઅપ વગર જોવા મળી હતી. અગસ્ત્યની બર્થડે પાર્ટીની થીમની ઝલક પણ તસવીરોમાં જોવા મળી હતી. જેના કારણે ફેન્સ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એટલું જ નહીં અભિનેત્રીના જેઠ એટલે કે હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યાએ કોમેન્ટમાં હાર્ટ ઈમોજી પણ શેર કરી હતી. બર્થડે પાર્ટીની તસવીરોમાં નતાશા પુત્ર અગસ્ત્ય સાથે પોઝ આપતી જોઈ શકાય છે. જ્યારે હોટ વ્હીલ્સ કેકની ઝલક પણ જોઈ શકાય છે. જન્મદિવસની પાર્ટીમાં કેટલાક બાળકો પણ જોવા મળે છે. આ સિવાય ટેસ્ટી ફૂડ અને રમકડાંની ઝલક પણ જોઈ શકાય છે.

જણાવી દઇએ કે, નતાશા અને હાર્દિક પંડ્યાએ 18 જુલાઈના રોજ છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે લગ્નના 4 વર્ષ બાદ હવે બંને અલગ થઈ રહ્યા છે અને તેઓ પોતપોતાના જીવનમાં આગળ વધવા માટે તૈયાર છે. છૂટાછેડાની જાહેરાતના થોડા જ કલાકો પહેલા નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે હોમટાઉન સર્બિયા પરત ફરી હતી.

આ દિવસોમાં નતાશા અને અગસ્ત્ય સર્બિયામાં છે. 30 જુલાઈએ હાર્દિક-નતાશાના પુત્ર અગસ્ત્ય પંડ્યાનો જન્મદિવસ હતો અને અગસ્ત્ય એ તેનો આ જન્મદિવસ સર્બિયામાં માતા નતાશા સાથે સેલિબ્રેટ કર્યો. જો કે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો જોઈને ખુશ નથી અને હાર્દિકની ગેરહાજરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

એક યુઝરે લખ્યું- ‘જો પિતા હોત તો વધુ સુંદર હોત !’ અન્ય એક યુઝરે નતાશા પર નિશાન સાધતા લખ્યું – ‘તમે હાર્દિક સાથે બર્થ ડે સેલિબ્રેટ કરી શક્યા હોત અને પછી બહાર ગયા હોત, તે તેના અને તમારા બાળક માટે સારી યાદ રહી હોત, કલ્પના કરો કે તે અત્યારે આ જોઈ રહ્યો છે અને તે કેવું અનુભવી રહ્યો હશે. એક યુઝરે લખ્યું – ‘એક પિતાને તેના પુત્રથી અલગ કર્યો.’

Shah Jina