સિટી ઓફ લવ પેરિસમાં પ્રેમનો ઇઝહાર…ગોલ્ડ મેડલ જીતતાની સાથે જ BFએ કર્યુ આ બેડમિન્ટન ખેલાડીને લગ્ન માટે પ્રપોઝ, પહેરાવી વીંટી- વીડિયો થયો વાયરલ

ઓલિમ્પિક વચ્ચે થયો પ્રેમનો ઇઝહાર, ગોલ્ડ મેડલિસ્ટને સાથી ખેલાડીએ રિંગ પહેરાવી કર્યુ પ્રપોઝ

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતતા જ મળ્યુ લગ્નનું પ્રપોઝલ, ના પણ પાડી ન શકી સ્ટાર ખેલાડી

પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં 7 દિવસની રમતો પૂર્ણ થઈ ગઈ છે. દરેક દેશ શક્ય તેટલા મેડલ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે ઓલિમ્પિકમાં કેટલાક વિવાદો પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ચાહકોને પ્રેમથી ભરપૂર ક્ષણ જોવા મળી. આ ઓલિમ્પિક એક ખેલાડી માટે સૌથી યાદગાર ઓલિમ્પિક બની ગઇ.

આ વખતે એક ચીની ખેલાડીએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો પણ આ દરમિયાવ એવું કંઇ થયુ જેને તે ક્યારેય ભૂલી શકશે નહીં. 2 ઓગસ્ટના રોજ ચીનની બેડમિન્ટન ખેલાડી હુઆંગ યા કિયોંગે ટીમના સાથી ઝેંગ સિવેઈ સાથે મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. ચીનના આ ખેલાડીએ દક્ષિણ કોરિયાની જોડીને હરાવ્યા.

આ મેચમાં ચીનનો દબદબો જોવા મળ્યો. 41 મિનિટમાં 21-8, 21-11થી સાઉથ કોરિયાની જોડીને હરાવી દીધી. પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો એ તે ક્ષણ છે જેમાંથી ખેલાડીઓ ઘણા દિવસો સુધી તો બહાર આવી શકતા નથી. હુઆંગ પણ ખૂબ જ ખુશ હતી પણ આ દરમિયાન તેના લિયૂ યુચેને તેને પ્રપોઝ કર્યું, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

આ પ્રપોઝલને હુઆંગ પણ ના કહી શકી નહીં. બોયફ્રેન્ડે ઘૂંટણિયે પડી હુઆંગ સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને રિંગ પણ પહેરાવી. જણાવી દઈએ કે, લિયુ યુચેન પણ એક બેડમિન્ટન ખેલાડી છે.

Previous Article

સિંહની પીઠપર બેસી આ વ્યક્તિએ કરી સવારી, અચાનક વીડિયો બનાવનારે કર્યો સતર્ક અને ફટથી ઉતરી ગયો- જુઓ વીડિયો

Next Article

સના મકબૂલે જીતી 'Bigg Boss OTT 3'ની ટ્રોફી, મળ્યુ આટલા લાખ રૂપિયાનું ઇનામ

error: Protected Content!