Bigg Boss OTT 3 ને મળી ગયો તેનો વિનર, સના મકબૂલે ઉઠાવી જીતની ટ્રોફી- જાણો કોણ રહ્યુ રનરઅપ
બિગ બોસ OTT 3માં ઘણા શાનદાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મોડલ અને એક્ટ્રેસ સના મકબૂલે તે બધાને પાછળ છોડી બિગ બોસ OTT 3ની ટ્રોફી જીતી લીધી છે. બિગ બોસ ઓટીટી સીઝન 3ના હોસ્ટ એવરગ્રીન એક્ટર અનિલ કપૂર હતા. રણવીર શૌરી, સના મકબુલ, સાઈ કેતન રાવ, નેજી અને કૃતિકા મલિક બિગ બોસ OTT 3ના ટોપ 5 ફાઇનલિસ્ટમાં સામેલ હતા. તેમાંથી સના મકબૂલને બિગ બોસ ઓટીટી 3ની વિજેતા જાહેર કરવામાં આવી છે. સના મકબૂલ શરૂઆતથી જ શાનદાર રમી હતી.
સનાને બિગબોસ ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ મળ્યું છે. જણાવી દઇએ કે, બિગબોસ ઓટીટી 3 ફાઇનલમાં બોલિવૂડ સ્ટાર્સ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ તેમની આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ના પ્રમોશન માટે હોસ્ટ અનિલ કપૂર સાથે જોડાયા હતા. બિગ બોસના ઘરમાં દોઢ મહિનાથી ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. આ વર્ષે મેકર્સે શોમાં ઘણી અલગ વસ્તુઓ કરી. જેમાં પહેલી વાત હોસ્ટની બદલીની હતી. સલમાન ખાનની જગ્યાએ અનિલ કપૂરે શોને હોસ્ટ કર્યો. સના મકબૂલે ‘બિગ બોસ ઓટીટી 3’ ફાઇનલમાં રેપર નેજીને હરાવ્યો.
સના મકબૂલ 21 જૂનથી શરૂ થયેલ ‘બિગ બોસ ઓટીટી 3’માં દરેક બાબતમાં સૌથી આગળ જોવા મળી હતી. આ શોની શરૂઆત 16 સ્પર્ધકો સાથે થઈ હતી. જેમાં શિવાની કુમારી, સના મકબૂલ, વડા પાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિત, મુનિષા ખટવાણી, વિશાલ પાંડે, લવકેશ કટારિયા, દીપક ચૌરસિયા, સના સુલતાન, નીરત ગોયત, પૌલમી દાસ, પાયલ મલિક, અરમાન મલિકા, કૃતિકા મલિક, સાઈ કેતન રાવ, રણવીર શૌરી અને નેજી સામેલ હતા.
સનાને ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાની ઈનામી રકમ તો મળી પણ આ સાથે તે 42 દિવસ સુધી ઘરમાં રહી, જેના માટે તેણે લાખો રૂપિયાની ફી વસૂલી. રિપોર્ટ્સ અનુસાર સના મકબૂલને દર અઠવાડિયે 1 લાખ 70 હજાર રૂપિયા મળતા હતા. જે 6 અઠવાડિયાના હિસાબે 10 લાખ રૂપિયા થાય છે. પણ રનર અપ રહેલો નેજી પણ ખાલી હાથે પાછો નથી ફર્યો.
ફિનાલેમાં પહોંચેલો નેજી પણ 42 દિવસ સુધી ઘરનો હિસ્સો રહ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેજીને દર અઠવાડિયે 1.80 લાખ રૂપિયા મળતા હતા. એટલે કે તે પણ શોમાંથી લાખો રૂપિયા લઇ ગયો છે.જણાવી દઇએ કે, સનાએ સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય ટીવી શો ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’માં લાવણ્યાનું પાત્ર ભજવ્યું હતું. તે સોની સબની ‘આદત સે મજબૂર’ અને કલર્સ ટીવીની ‘વિશ’માં પણ જોવા મળી હતી.
View this post on Instagram
તેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2020માં તેનો એક મોટો અકસ્માત થયો હતો જે પછી તેને ચહેરાના કેટલાક ભાગની પ્લાસ્ટિક સર્જરી અને ગ્રાફ્ટિંગ કરાવવી પડી હતી. ત્યારબાદ 2021માં તે ખતરોં કે ખિલાડી શોમાં સેમી ફાઇનલ સુધી પહોંચી હતી.
View this post on Instagram
તેને પ્રતિ એપિસોડ 2.45 લાખ રૂપિયા મળ્યા હતા. સના મકબૂલે થોડા સમયમાં જ ઘણી લોકપ્રિયતા મેળવી લીધી. આ પછી તે આ વર્ષે બિગબોસ ઓટીટી 3માં આવી અને બધા કંટેસ્ટેંટને પાછળ છોડી ટ્રોફી પોતાના નામે કરી ગઇ.
View this post on Instagram