...
   

પતિ નિખિલ પટેલ વિરૂદ્ધ દાખલ કરાવી FIR, જન્મદિવસ પર જ આપ્યુ NRI પતિને ગિફ્ટ, જાણો શું છે મામલો

દલજીત કૌરે નિખિલ પટેલ વિરૂદ્ધ મુંબઇ પોલિસમાં દાખલ કરાવી FIR, જન્મદિવસ પર જ આપ્યુ NRI પતિને ગિફ્ટ

દલજીત કૌરે અલગ થયેલા પતિ નિખિલ પટેલ વિરૂદ્ધ દાખલ કરાવી FIR, જાણો શું છે મામલો

ટીવી એક્ટ્રેસ દલજીત કૌર આ વર્ષની શરૂઆતથી જ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ગયા વર્ષે 18 માર્ચના રોજ તેણે મુંબઈમાં NRI બિઝનેસમેન નિખિલ પટેલ સાથે ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા, પરંતુ માત્ર 10 મહિનામાં જ બંને અલગ થઈ ગયા. અભિનેત્રી તેના પુત્ર સાથે મુંબઈ પરત ફરી, જ્યારે નિખિલ પટેલ તેની પુત્રીઓ સાથે આફ્રિકામાં રહી રહ્યો હતો. તાજેતરમાં જ દલજીત કેન્યાથી પોતાનો બધો સામાન લઇને આવી ગઇ હતી.

ત્યારે હવે અભિનેત્રીએ તેના બીજા પૂર્વ પતિ પર ક્રૂરતા અને ધોખાધડીનો આરોપ લગાવી મુંબઈમાં FIR નોંધાવી છે. રીપોર્ટ્સ મુજબ, 2 ઓગસ્ટ શુક્રવારના રોજ દલજીત કૌરે મુંબઇના અગ્રીપાડા પોલિસ સ્ટેશનમાં નિખિલ પટેલ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને 316 (2) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં જ નિખિલને તેની ગર્લફ્રેન્ડ સફિના સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો.

થોડા દિવસો પહેલા દલજીતે એક પોસ્ટના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં નિખિલ તેની નવી ગર્લફ્રેન્ડ સફિના સાથે જોવા મળ્યો હતો અને લખ્યું હતું, ‘કોઈ શબ્દો નહીં… માત્ર આંસુ જે રોકાશે નહીં…’. આ પહેલીવાર નથી જ્યારે દલજીત કૌરે તેના પતિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી હોય. આ વર્ષે જૂનમાં અભિનેત્રીએ નિખિલ સામે નૈરોબી સિટી કોર્ટમાં અરજી કરી હતી અને નિખિલ પટેલને કેન્યામાં તેને અને તેના પુત્રને ઘરેથી બહાર કાઢવાથી રોકવા માટે સ્ટે ઓર્ડર મેળવ્યો હતો.

આ પહેલા નિખિલે એક્ટ્રેસને લીગલ નોટિસ પણ મોકલી હતી અને તેના પર શોષણનો આરોપ લગાવ્યો હતો. નિખિલ પટેલે કહ્યું હતું કે દલજીત કૌરની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવવો ખોટું છે. દલજીત કૌર અને નિખિલ પટેલના લગ્ન માર્ચ 2023માં થયા હતા. પરંતુ 10 મહિના પછી છૂટાછેડા માટે અરજી કરી.

નિખિલે પણ મે મહિનામાં અલગ થવાની પુષ્ટિ કરી હતી. ત્યાં નિખિલ પટેલના જન્મદિવસ પર દલજીતે એક લાંબી પોસ્ટ કરી હતી અને લગ્નની તસવીર પણ શેર કરી હતી. આ ઉપરાંત આરોપ મૂક્યો હતો કે નિખિલે છેલ્લા કેટલાક મહિનામાં તેને કેવી રીતે દુખ પહોંચાડ્યું હતું.

Shah Jina