ક્યારે ઉતરશે આ જાનલેવા શોખનું ભૂત ? છોકરીએ સેલ્ફી લેવા માટે જીવ જોખમમાં મૂક્યો, 100 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકી- જોઈ લો વીડિયો

સેલ્ફી લેવાનું પડ્યુ મોંઘુ, સીધી 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છોકરી- જાણો કેવી રીતે બચ્યો જીવ

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સેલ્ફી લેતી વખતે એક છોકરી 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ અંગે લોકોને જાણ થતાં તુરંત જ હોમગાર્ડ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કલાકોની મહેનત બાદ દોરડાની મદદથી કોઈક રીતે છોકરીનો જીવ બચાવી લેવામાં આવ્યો. જો કે તેને સામાન્ય ઈજાઓ થઈ છે.

છોકરીના રેસ્ક્યુ ઓપરેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દોરડાની મદદથી તેને ઉપર લાવતી જોવામાં આવી રહી છે. છોકરી પીડાને કારણે ચીસો પાડી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુવતી ચોમાસાની મજા માણવા માટે ધોધ જોવા ગઇ હતી. બોરણે ઘાટ પર બનેલી આ ઘટનામાં હોમગાર્ડ અને સ્થાનિક લોકોની મદદથી છોકરીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

શનિવારે બોરણે ઘાટ પર સેલ્ફી લેતી વખતે 21 વર્ષિય નસરીન અમીર કુરેશી નામની છોકરી 100 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકી હતી. હોમગાર્ડ અને સ્થાનિક લોકોની મદદથી યુવતિને બચાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર લોકો લોકપ્રિયતા મેળવવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂકતા હોય છે.

Previous Article

બાંગ્લાદેશમાં ખરાબ હાલાત, PM ઢાકાથી ભાગીને ભારત આવ્યાં, આપ્યુ રાજીનામું , PM આવાસમાં ઘુસી પ્રદર્શનકારીઓએ મચાવ્યો ઉત્પાત- જુઓ વીડિયો

Next Article

પતિ નિખિલ પટેલ વિરૂદ્ધ દાખલ કરાવી FIR, જન્મદિવસ પર જ આપ્યુ NRI પતિને ગિફ્ટ, જાણો શું છે મામલો

error: Protected Content!