ચાલુ બાઇકે રોમેન્ટિક થયુ કપલ, પાછળ વળી યુવતિને કરવા લાગ્યો કિસ, વાયરલ થઇ પ્રેમની કહાની
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો હેરાની જાહેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇક પર ત્રણ લોકો સવાર છે – બે યુવક અને એક યુવતી. બાઇક સવાર યુવક પોતાની સ્પીડ જાળવી રહ્યો છે, જ્યારે વચ્ચે બેઠેલો યુવક વીડિયો બનાવી રહ્યો છે. આ બધું હેલ્મેટ વગર થઈ રહ્યું છે. અચાનક યુવક પાછળ ફરે છે અને યુવતી તરફ ચહેરો કરી બંને ચાલતી બાઇકે એકબીજાને લિપલોક કરે છે.
ઇન્સ્ટાગ્રામ પર raja_i_n_s_t_5464 નામના હેન્ડલથી વીડિયો પોસ્ટ કરાયો છે. આ યુવકે પહેલા પણ આવા ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જ્યાં તે અને તેની ગર્લફ્રેન્ડ રોમેન્ટિક થતા જોઇ શકાય છે. ઘણા વીડિયોમાં તે ચાલતી બાઇક પર તે જ સ્થિતિમાં એટલે કે હોઠ પર કિસ કરતા જોવા મળે છે. ઘણા લોકો તેને રોમેન્ટિક અને સાહસિક માની રહ્યા છે,
જ્યારે ઘણા લોકોએ ચાલતી બાઇક પર હેલ્મેટ વિના આવા વર્તનને ખતરનાક ગણાવ્યું. ઘણા લોકો કહે છે કે ચાલતી બાઇક પર આ પ્રકારનું વર્તન માત્ર તમારી જાતને જ નહીં પરંતુ અન્યને પણ જોખમમાં મૂકી શકે છે. હેલ્મેટ ન પહેરવાથી રસ્તા પર અકસ્માતની શક્યતા વધી શકે છે, ઘણી કોમેન્ટમાં લોકો યુવકના આ પગલાની ટીકા કરી રહ્યા છે.
View this post on Instagram