આનંદ મહિન્દ્રાએ એક યુઝરની પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું – સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે વાહનમાં સ્નોર્કલ લગાવેલ હતા, તો પણ હું કોઈને આ રીતે પોતાનો જીવ જોખમમાં ન લેવાની સલાહ આપીશ. હું તમને બધાને વિનંતી કરું છું કે આને સ્ટંટ તરીકે પુનરાવર્તન કરવાનો પ્રયાસ ન કરો. કારણ કે આ લોકોએ અન્ય લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, મારે તેમનો સાચો આભાર માનવો જોઈએ.
4 ઓગસ્ટના રોજ X યુઝર @adeline_rg એ પૂરમાં ગાડી ચલાવવાનો વીડિયો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેમણે આનંદ મહિન્દ્રાને ટેગ કરતા થેંક્યુ સર લખ્યુ. સાથે જ વાયનાડ લૈંડસ્લાઇડ અને મહિન્દ્રા હેશટેગનો ઉપયોગ કર્યો હતો. વાયરલ ક્લિપમાં દેખાઈ રહ્યું છે કે કાર અડધી પાણીમાં ડૂબી ગઈ છે. એક વ્યક્તિ તેને ચલાવી રહ્યો છે જ્યારે અન્ય લોકો કારની છત પર બેઠા છે.
વીડિયોના આગળના ભાગમાં તે પૂરમાં ફસાયેલા લોકોને કાર વડે બચાવી રહ્યા છે. યુઝર્સ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે છોકરાઓની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ આ વીડિયો જોયો ત્યારે તેમણે 6 ઓગસ્ટના રોજ યુઝરને જવાબ આપ્યો અને જોખમ ન લેવાની સલાહ આપી.
Thank you @anandmahindra sir🤍✨🙏🏻#WayanadLandslide #Mahindra pic.twitter.com/wKHmdrT1Gc
— Adeline (@adeline_rg) August 4, 2024