...
   

ડ્રાઇવર વગર કોર્પોરેશનનો ટેમ્પો ઉંધો દોડ્યો, વીડિયો જોઈને હોંશ ઉડી જશે, જુઓ એકવાર

મહારાષ્ટ્રના પુણેના હડપસર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં ડ્રાઇવર વિના જ પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેમ્પો રિવર્સ ગેરમાં દોડવા લાગ્યો હતો. જ્યારે આજુબાજુના લોકોએ જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. રોડ પર હાજર લોકોએ સતર્કતા દાખવી અને તેના કારણે મોટી દુર્ઘટના ટળી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ મામલો મહારાષ્ટ્રના પુણેના હડપસર વિસ્તારનો છે.

પુણે મહાનગરપાલિકાનો ટેમ્પો અહીં ઉભો હતો. આ દરમિયાન મહાનગરપાલિકાનું લોડીંગ વાહન રિવર્સ ગેરમાં દોડવા લાગ્યું. આ ફોર વ્હીલર રસ્તા પર એટલી ઝડપથી દોડી રહ્યુ હતું કે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાહદારીઓએ તેમના મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોડિંગ વાહને લાંબા અંતર સુધી રિવર્સ ગિયરમાં દોડવાનું ચાલુ રાખ્યું. જો કે સદ્નસીબે આ દરમિયાન કોઈને ટક્કર ન વાગી નહિ તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.

લાંબુ અંતર કાપ્યા બાદ વાહન ડિવાઈડર સાથે પણ ઘણી વખત અથડાયું હતું. આ પછી તે ડિવાઈડર સાથે અથડાયા બાદ બંધ થઈ ગયુ. જ્યારે લોડિંગ વ્હીકલ રોડ પર દોડી રહ્યું હતું ત્યારે કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યા હતા. જો કે, આ સમય દરમિયાન, રસ્તા પર મુસાફરી કરતા લોકોએ સૂઝબૂઝ બતાવી અને સાવચેતીપૂર્વક જોખમ ટાળ્યું. હાલ તો આ વાહનના ડ્રાઇવર વિના રિવર્સ ગેરમાં ચાલવાનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina