રૂમર્ડ BF સાથે ડિનર ડેટ પર ‘અનિમલની ભાભી નંબર 2’, કેઝ્યુઅલ આઉટફિટ અને નો મેકઅપ લુકમાં લાગી ગોર્જિયસ
અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મ એનિમલ પછી તૃપ્તિનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ ગયું. 19 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ બેડ ન્યૂઝની સફળતાનો આનંદ માણી રહેલી બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીને તાજેતરમાં જ મુંબઈની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ પણ સાથે જોવા મળ્યો હતો.
લુકની વાત કરીએ તો, તૃપ્તિએ પોતાનો લુક એકદમ કેઝ્યુઅલ રાખ્યો હતો અને નો મેકઅપ લુકમાં તે સ્પોટ થઇ હતી. તેણે રેસ્ટોરન્ટની બહાર પેપરાજીને પોઝ પણ આપ્યો હતો. તૃપ્તિની ‘બેડ ન્યૂઝ’એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ અને એમી પણ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં તૃપ્તિ રેસ્ટોરન્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે.
જ્યારે તૃપ્તિ રેસ્ટોરન્ટની અંદર ગઇ ત્યારે તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ પણ તેની સાથે હતો. જો કે સેમ અને તૃપ્તિએ સાથે પેપ્સને પોઝ આપ્યો નહોતો. સેમ પણ તૃપ્તિની જેમ એકલો રેસ્ટોરન્ટની બહાર આવ્યો અને હસતો હસતો કારમાં બેસી ગયો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, તૃપ્તિ હાલમાં તેની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ બેડ ન્યૂઝની સફળતાનો આનંદ માણી રહી છે.
આ ફિલ્મ 19 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ સિવાય તેની અગાઉની ફિલ્મ એનિમલ હતી જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે તેની પાસે અપકમિંગ ફિલ્મોમાં ‘ભૂલ ભુલૈયા 3’ ‘ધડક 2’ અને ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ છે.
View this post on Instagram