આજે ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં પણ કિંજલ દવેની આગવી ઓળખ છે. ચાર ચાર બંગળી વાળા ગીતથી ગુજરાતીઓના દિલમાં પોતાની જગ્યા બનાવનાર કિંજલ દવે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે.
કિંજલ દવેના ગીતો પર તો સૌની નજર હોય છે જ પરંતુ તેના સોશિયલ મીડિયા પર પણ તેના ચાહકો નજર રાખીને બેઠા હોય છે અને તેની તસવીરો કે વીડિયો આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ કિંજલ દવેની એવી જે કેટલીક તસવીરો સામે આવી છે.
કિંજલ હાલ ઓસ્ટ્રેલિયા ટુર પર છે, અને વિદેશમાં રહેતા ગુજરાતી-ભારતીયોને ગરબાની મોજ કરાવી રહી છે. ત્યારે હાલમાં જ કિંજલે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તેના ભાઇ સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન કિંજલ વેસ્ટર્ન લુકમાં ગોર્જિયસ લાગી રહી છે.
ગુજરાતની અંદર હવે નવરાત્રી શરૂ થવાને ગણતરીના દિવસોની જ વાર છે અને આ વર્ષે નવરાત્રીમાં અનેરી ધૂમ પણ મચવાની છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયામાં તો નવરાત્રીનો માહોલ બરાબર જામી ગયો છે અને ઘણા ગુજરાતી ગાયકો ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીની અંદર ધૂમ મચાવતા પણ જોવા મળી રહ્યા છે.
જેમાંથી એક ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પણ સામેલ છે. કિંજલ દવેની ગાયિકીના દીવાના ગુજરાતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે અને જ્યાં પણ કિંજલનો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કિંજલ લાઇવ પ્રોગ્રામ માટે વિદેશ પ્રવાસે છે અને ગત રાત્રી દરમિયાન જ સિડનીમાં તેનો લાઈવ કોન્સર્ટ હતો, જેને સાંભળવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.