...
   

ગુજરાતી એક્ટ્રેસ અને મશહૂર ટીવી અભિનેત્રી વૈભવીને મલ્હાર ઠાકરે કરી યાદ, વીડિયો શેર કરી કહ્યુ- તમારી હાજરી હંમેશા અમારી સાથે છે…

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મે 2023ની 22મી તારીકે એક ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. લોકપ્રિય સિરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ એક્સીડન્ટમાં મોત થયું. અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારથી સેલેબ્સ અને ચાહકોને પણ આઘાત લાગ્યો હતો.

અભિનેત્રીનો અકસ્માત કુલ્લુના બંજારમાં થયો હતો. એવું કહેવામાં આવ્યુ હતુ કે વૈભવી ઉપાધ્યાય તેના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તે તીર્થન ઘાટી ફરવા જઇ રહી હતી પરંતુ ટર્ન પર ગાડીએ કંટ્રોલ ગુમાવી દીધો અને એક્ટ્રેસનો અકસ્માત થયો. અભિનેત્રીની કાર ખાઇમાં પડી ગઇ હતી.

અકસ્માત સમયે વૈભવીનો મંગેતર પણ ત્યાં હાજર હતો અને તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, ત્યારે એક વર્ષ બાદ વૈભવીના કો-એક્ટર મલ્હાર ઠાકરે તેને યાદ કરી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ- મિસ યુ !! તમારી હાજરી હંમેશા અમારી સાથે છે પ્રિય,

મલ્હારે આગળ લખ્યુ- આપણું લોચા લાપસી નું ટ્રેલર બધા ને ત્યાં બતાવજે હો (Miss you !! Your presence is always there with us darling). જણાલી દઇએ કે, મલ્હાર અને વૈભવી ગુજરાતી ફિલ્મ લોચા લાપસીમાં સાથે જોવા મળ્યા હતા જે આ વર્ષે જ રીલિઝ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Malhar Thakar (@malhar028)

Shah Jina