ગુજરાતીઓનો સૌથી મનગમતો પર્વ એટલે નવરાત્રિ…આ લોકપર્વની દરેક રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રિમાં લગભગ દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન થતુ હોય છે. ગુજરાતના ઘણા શહેરોમાં નવરાત્રિનું મોટાપાયે આયોજન થતુ હોય છે, જેમાં સુરત પણ એક છે.
ગુજરાતની અંદર સુરતમાં પહેલીવાર મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે એ માટે શહેરની વચ્ચોવચ પાલ વિસ્તારમાં ટ્રાન્સપરન્ટ ફુલ્લી એસી ડોમમાં યશ્વી નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન થઈ રહ્યું છે, જેમાં સ્ટાર સેલિબ્રિટી સિંગર કિંજલ દવે પરફોર્મ કરી રહી છે.
જો કે, અહીં સુરતીઓ ગરબે ઘૂમવાની મજા માણવા સાથે ખાણીપીણીની ભરપૂર મજા પણ માણી રહ્યા છે. આ વર્ષે નવરાત્રિમાં કિંજલ દવે નવાં ગીત લઇને આવી છે, જેમાં ઈલેક્ટ્રોનિક પોપ મ્યુઝિક છે અને સાથે એવાં જૂનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ લાઈવ પ્લે થઇ રહ્યા છે જે ફક્ત રેકોર્ડિંગમાં યુઝ થતાં હોય છે.
કિંજલ માટે નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. તે દરરોજ માતાજીની પૂજા કરે છે પણ નવરાત્રિ દરમિયાન સવાર-સાંજ માતાજીની આરાધના કરી ગરબા ગાય છે, તે કહે છે કે તે દેવી આરાધક છે. કિંજલ દવે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી યશ્વી નવરાત્રિમાં જમાવટ બોલાવશે, સુરતમાં યશ્વી નવરાત્રિમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હોવ તો બુક માય શો પર જઈ ગરબાના પાસ મેળવી શકો છો.
View this post on Instagram