તમામ અટકળોનો અંત : લાભ પાંચમના શુભ દિવસે જ મલ્હાર ઠાકર અને પૂજા જોશીની મોટી જાહેરાત, નવેમ્બરમાં લેશે મંગલફેરા

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ બેચલર મલ્હાર ઠાકરે આખરે લગ્નની જાહેરાત કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ પૂજા જોશીએ પોસ્ટ કરીને જાહેરાત કરી દીધી કે તે અને મલ્હાર ઠાકર જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ” મારા પ્રેમ અને આશીર્વાદથી અમે….”

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે.આ વાત સાંભળતા જ ફેન્સ રાજીના રેડ થઈ ગયા છે.

પૂજા અને મલ્હારની જોડી લાઇમલાઈટમાં

તમને જણાવી દઈએ કે, પૂજા જોષી અને મલ્હાર ઠાકર બંનેએ સ્ક્રીન પર સાથે કામ કર્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રી ખુબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’ માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે, “ક્યારે અમે એકબીજાને ગમવા લાગ્યા એનો ખ્યાલ પણ ન આવ્યો અને આખરે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરિવારના સભ્યોએ પણ અમારા આ નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી. એટલે હવે અમે લગ્નગ્રંથિથી જોડાઈશું”. જણાવી દઈએ કે 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોષી સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

Twinkle