છૂટાછેડાની ખબરો વચ્ચે એશ્વર્યા રાય ફક્ત એક જ વ્યક્તિને કરે છે ફોલો, જુઓ કોણ છે એ નસીબદાર

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. આ કપલે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા અને બંનેને એખ દીકરી આરાધ્યા છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અલગ થઇ ગયા છે અને તેમના લગ્ન તૂટવાના છે. પણ આ વાતમાં કેટલી હકિકત છે તે તો તે બંને અથવા તો બચ્ચન પરિવારમાંથી જ કોઇ કહી શકે.

જો કે આ વચ્ચે અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક અલગ જ કહાની કહી રહ્યું છે. કારણ કે આજે પણ ઐશ્વર્યા ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે છે તેનો પતિ અભિષેક બચ્ચન. હજુ સુધી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જેના કારણે આ મુદ્દો વધુ હેડલાઇન્સમાં આવી રહ્યો છે. કેટલાક સમયથી અભિષેક બચ્ચનનું નામ તેની કો-સ્ટાર અભિનેત્રી નિમરત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. અભિષેક બચ્ચનની નિમરત સાથેની જૂની મુલાકાતોની ક્લિપ્સ વાયરલ થઈ રહી છે. પરંતુ ઐશ્વર્યા રાયના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે બધુ બરાબર છે અને તેમની વચ્ચે છૂટાછેડા જેવું કંઈ નથી.

જો કે, ચાહકો રાહ જોઇ રહ્યા છે કે કપલ સત્તાવાર રીતે કંઈક કહે. ઐશ્વર્યા રાય બચ્ચનના ઈન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ છે પણ અભિનેત્રી માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે અભિષેક બચ્ચન છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને નિમરત કૌર એ ‘દસવી’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતુ.

Shah Jina