ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લવબર્ડ્સ મલ્હાર ઠાકર અને પૂજા જોશી આજે લગ્નગ્રંથીએ જોડાશે. ત્યારે, તેમની હલ્દી સેરેમની અને સંગીત સેરેમનીની તસવીરો સામે આવી છે. સંગીત નાઈટમાં ઓસમાણ અને આમીર મીરની જુગલબંધીએ ધૂમ મચાવી દીધી હતી. મલ્હાર અને પૂજાના લગ્ન સમારોહમાં આખું ઢોલિવુડ ઉમટી પડ્યું છે. તેમની સંગીત નાઈટમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. જુઓ ‘મજા’ની વેડિંગની ખાસ તસવીરો.
25 નવેમ્બરના રોજ તેમની હલ્દી સેરેમની યોજાઈ હતી. ત્યારબાદ સાંજના સમયે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય કલાકારો હાજરી આપી હતી.આ બંને પ્રસંગે હાજરી આપનારા કલાકારો સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી રહ્યાં છે.
મલ્હાર ઠાકર અને પૂજા જોશીની સંગીત નાઈટમાં ફેમસ સિંગર ઓસમાણ મીર અને આમીર મીરે ધૂમ મચાવી હતી. તેમના સંગીતના તાલે આખું ઢોલિવુડ ઝૂમી ઉઠ્યું હતું. આ પિતા-પુત્રની જુગલબંધીએ સંગીત નાઈટમાં ચારચાંદ લગાવ્યા.
View this post on Instagram
રસપ્રદ વાત એ છે કે, આ સેરેમનીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો ઇન્ટાગ્રામ પર #MaJaNiWedding ના હેશટેગ સાથે તસવીરો શેર કરી રહ્યા છે.
View this post on Instagram
‘મજા’ની સંગીત નાઈટમાં કનોડિયા ફેમેલિએ આપી હાજરી. હિતુ કનોડિયા, મોના કનોડિયા અને રાજવીરની ધમાકેદાર એન્ટ્રી. મોના કનોડિયાએ પૂજાને ‘ડોલ’ કહીને સંબોધી હતી.
View this post on Instagram
‘મજા’ની સંગીતની મહેફિલમાં બે પેઢીનો સંગમ : આમિર અને ઓસમાણ મીરની અદભુત જુગલબંધીનો જાદુ. ઓસમાણ મીરનો એન્ટ્રી સમયે ભુલકાં પ્રેમ જોવા મળ્યો હતો. ઓસમાણ મીર એક નાના બાળકને વ્હાલ કરી રહ્યા હતા.
View this post on Instagram
લગ્નમાં સૌથી વધુ ડાન્સ કરનાર ખાસ ફ્રેન્ડ મિત્ર ગઢવીનો હરખ તો જાણે સાતમા આસમાને હતો. તેણે ખૂબ ઉત્સાહમાં કહ્યું, ” હું તો સૌથી વધારે ગરબા કરીશ.. જેવા ગરબા ચાલુ થાય કે આપણે તરત જ ચાલુ..”
View this post on Instagram
મજા’ની સંગીત નાઈટમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર યશ સોનીની ધમાકેદાર એન્ટ્રી.
View this post on Instagram
જ્યારે વાત વાતમાં શરૂ થયેલો પ્રેમ, લગ્ન સુધી પહોંચી જાય ત્યારે.. આપણા વિકીડાના લગ્ન.. જીતેન્દ્ર ઠક્કરે સોશિયલ મીડિયા પર મલ્હારનો ડાન્સ કરતો વીડિયો શેર કર્યો.
View this post on Instagram
હરખતા મલકતા મજાની હલ્દીનો વિડીયો થયો વાયરલ જે ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોની દ્વારા પોસ્ટ કરવામાં આવેલો હતો.
View this post on Instagram
મલ્હાર-પૂજા લગ્નગ્રંથીમાં જોડાયા 😍 ગુજરાતમાં ચારે કોર મજાની વેડિંગની જ ચર્ચા.. જુઓ મજાની સંગીત નાઈટ